નવી નવેલી દુલ્હન SUGANDHA MISHRA મુશ્કેલીઓમાં, લગ્નનાં 9 દિવસ બાદ જ દાખલ થઇ FIR

PHOTO: Instagram/Sugandha Mishra

સુગંધા અને સંકેતનાં લગ્ન કોરોનાની બીજી લહેર વચ્ચે થયા છે. તેવામાં તેમનાં પર આોપ છે કે તેમનાં લગ્નમાં પરવાની કરતાં વધુ સભ્યો હાજર હતાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અને પોલીસની માહિતીમાં આ વાત આવતા તેમને કાર્યવાહી પણ કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી કોમેડિયન અને સિંગર સુગંધા મિશ્રા (Sugandha Mishra)એ ગત મહિનાની 26 એપ્રિલનાં બોયફ્રેન્ડ સંકેત ભોંસલે (Sanket Bhosle) સાથે સાત ફેરા લીધા ચે. આ કપલે કોરનાકાળમાં લગ્ન ક્યાં હતાં. હવે થોડા દિવસ પહેલાં જ લગ્નનાં બંધનમાં બંધાયેલી કોમેડિયન સુગંધા મિશ્રા વિવાદોમાં આવી ગઇ છે. જી હાં, કોમેડિયન સુગંદા મિશ્રા વિરુદ્ધ કોરોના પ્રોટોકોલ (Corona Protocol) તોડવાનો આરોપ લગાવ્યોછે. તેનાં વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી છે.

  સુગંધા અને સંકેતનાં લગ્ન કોરોનાની બીજી લહેર વચ્ચે થયા છે. તેવામાં તેમનાં પર આોપ છે કે તેમનાં લગ્નમાં પરવાની કરતાં વધુ સભ્યો હાજર હતાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અને પોલીસની માહિતીમાં આ વાત આવતા તેમને કાર્યવાહી પણ કરી છે. એટલું જ નહીં સુગંધા ઉપરાંત હોટલ મેનેજમેન્ટ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે હજુ સુધી કોઇની ધરપકડ થઇ નથી.

  આપને જણાવી દઇએ કે, 9 દિવસ પહેલાં જ સુગંધા અને સંકેતે 26 એપ્રિલનાં રોજ ક્લબ કબાના રિઝોર્ટમાં લગ્ન કર્યાં છે. આ લગ્નમાં હાજર રહેનારા તમામ મેહમાનો 24 કલાક ક્વોરંટીન હતાં. સુગંધા અને સંકેત તરફથી કહેવામાં આવ્યું હતું કે, બંને પરિવારનાં નિકટનાં લોકો જ હાજર હતાં. અને કોવિડની તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું હતું. પણ લગ્નનાં નવ દિવસ બાદ ફગવાડાનાં પોલીસ સ્ટેશનમાં સુગંધા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો પોલીસ કાર્યવાહી પર નજર કરીએ તો સુગંધા અને તેનાં પરિવારે ભલે કહ્યું કોરોનાનાં નિયમોનું પાલન કરવામાં આવ્યું છે પણ FIR મુજબ લગ્નમાં 100 લોકોથી વધુ લોકો હાજર હતાં. અને સરકારે માત્ર 40 લોકોની હાજરીને પરવાનગી આપી છે. ડિપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ પરમીત સિંહનું કહેવું છે કે, સમારંભમાં આટલી ભીડ ભેગી થઇ જેણે કોરોનાનાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
  View this post on Instagram


  A post shared by (@sugandhamishra23)


  આપને જણાવી દઇએ કે, સુગંધા જલંધરની છે અને સંકેત ભોસલે મહારાષ્ટ્રનો છે. બંનેનાં લગ્ન ઘણી મહેનત બાદ થયા છે. બંનેનાં પરિવારને મનાવવામાં ઘણો સમય લાગી ગયો હતો.
  Published by:Margi Pandya
  First published: