Home /News /entertainment /Garbe Ki Raat: રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદી સામે સુરતમાં નોંધાઈ FIR, જાણો શું છે મામલો
Garbe Ki Raat: રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદી સામે સુરતમાં નોંધાઈ FIR, જાણો શું છે મામલો
'ગરબે કી રાત' (Garbe Ki Raat) રીલિઝ થયા બાદથી વિવાદમાં ચાલી રહી છે. (સાભાર : @RahulVaidya/BhumiTrivedi instagram)
ભૂમિ ત્રિવેદી વીડિયોના દ્રશ્યથી અજાણ હતી અને તેણે માફી પણ માગી હતી. એક ગાયક તરીકે, મેં ગીતનું મારું ઓડિયો રેકોર્ડિંગ પૂરું કર્યું . હું ખુદ આવા પ્રતિનિધિત્વની નિંદા કરું છું.
મુંબઈ: ગાયક રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને ભૂમિ ત્રિવેદી (Bhumi Trivedi)નું ગીત 'ગરબે કી રાત' (Garbe Ki Raat) રિલીઝ થયા બાદથી જ વિવાદમાં છે. આ ગીતે ખાસ કરીને ગુજરાતી પ્રેક્ષકોમાં ભારે હલચલ મચાવી છે, ઘણા કહે છે કે આ ગીત ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. ગીતના વિડીયોમાં રાહુલ વૈદ્ય અને અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma) મુખ્ય ભૂમિકામાં છે, અને રાહુલ શેટ્ટી દ્વારા નિર્દેશિત અને કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે.
ગુજરાતી લોકગીત 'રામવા આવો માડી' (Ramva Aavo Madi)નો એક હિસ્સો આ હિન્દી ગીતની વચ્ચે લેવામાં આવ્યો છે, જે ગુજરાતી પ્રેક્ષકોને પસંદ નથી. ETimes સાથે વાત કરતાં ભૂમિ ત્રિવેદીએ વિવાદ વિશે કહ્યું, “એક ગાયક તરીકે, મેં ગીતનું મારું ઓડિયો રેકોર્ડિંગ પૂરું કર્યું અને મારા જીવન અને અન્ય કામમાં પાછા આવી ગયા. મને વિડીયો સાથે કોઈ લેવાદેવા નથી. જેવો મેં વિડિયો જોયો મેં તરત જ તેને મારા સોશિયલ મીડિયા પરથી હટાવી દીધો છે. હું ખુદ આવા પ્રતિનિધિત્વની નિંદા કરું છું. હું ખૂબ સારી રીતે જાણું છું અને ગુજરાતમાં આપણે જે ગીતો ગાઈએ છીએ તેની ગરિમા અને સારનો આદર કરું છું.
આ સિવાય, ETimes ના અહેવાલ મુજબ, જે કે રાજપૂતે અમરોલી પોલીસ સ્ટેશન, સુરતમાં ધાર્મિક આસ્થાનું અપમાન કરવા અને ખોટી રજૂઆત દ્વારા લોકોની ધાર્મિક લાગણીને દુ:ખ પહોંચાડવા બદલ FIR નોંધાવી છે. તેમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભૂમિ ત્રિવેદી વીડિયોના દ્રશ્યથી અજાણ હતી અને તેણે માફી પણ માગી હતી. એફઆઈઆરમાં આ ગીતને યુટ્યુબ ચેનલ પરથી હટાવવા અને પ્રમોશન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર