Home /News /entertainment /

મોડલ મિલિંદ સોમણને દરિયાકાંઠે સંપૂર્ણ નગ્ન થઈ દોડવું ભારે પડ્યું, ગોવામાં પોલીસ કેસ દાખલ

મોડલ મિલિંદ સોમણને દરિયાકાંઠે સંપૂર્ણ નગ્ન થઈ દોડવું ભારે પડ્યું, ગોવામાં પોલીસ કેસ દાખલ

મિલિંદ સોમણ અને પત્ની અંકિતાની તસવીર

4 નવેમ્બરે રનર અને મોડલ મિલિંદ સોમને પોતાના 55માં જન્મદિને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક તસવીર શેર કરી હતી. જેના કારણે વિવાદ થયો છે.

    મુંબઈ : મોડલ પૂનમ પાંડે (Poonam Pandey) બાદ બૉલિવૂડ (Bollywood)ના એક્ટર અને ફિટનેસ પ્રમોટર મિલિંદ સોમન (Milind Soman)ને ગોવાના દરમિયા કિનારે નગ્ન થઈને દોડવું ભારે પડ્યું છે. મિલિંદ સામે નગ્ન ફોટોશૂટ કરાવવાનો આરોપ છે અને તે બદલગોવાના વાસ્કો પોલીસ સ્ટેશનમા તેની સામે એફઆઈઆર દાખલ થઈ છે. મિલિંદે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેઓ સંપૂર્ણ નગ્ન થઈને દોડ્યા હતા જેના કારણે સમગ્ર વિવાદ સર્જાયો છે. આ પોસ્ટ કરવા બદલ મિલંદ સામે આઇટી એક્ટ અંતર્ગત આઈપીસીની કલમ 294 અને સેક્શન 67 હેઠળ અશ્લીલ સામગ્રીના પ્રચાર પ્રસાર અંતરગ્ત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    મિલિંદ સોમણની તસવીર આવ્યા બાદ ગોવાના સ્થાનિક રાજકીય દળ ગોવા સુરક્ષા મંચ દ્વારા તેની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. તેમની ફરિયાદમાં આ પાર્ટી દ્વારા ગોવાની છબી કરવાનો આરોપ હતો. તેમણે પોતાની સંસ્કૃતિના અપમા બદલ કેસ દાખલ કરાવ્યો હતો.

    આ પણ વાંચો : સુરત : 'વ્યાજ ન ચુકવવું હોય તો મારી સાથે શારિરીક સંબંધ બાંધવા પડશે,' વરાછાની પરિણીતા સાથે દુષ્કર્મ

    શું છે વિવાદ 

    હકિકતમાં ગત 4 નવેમ્બરે મિલિંદ સોમણનો જન્મદિવસ હતો. પોતાના 55માં જન્મદિવસે મિલિદગ સોમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેઓ સંપૂર્ણ નગ્ન થઈને દોડતા નજરે પડ્યા હતા. સાથે કેપ્શન પણ લખી હતી કે હેપ્પી બર્થ ડે ટૂ મી. ત્યારબાદ તેમની સામે ફરિયાદ આવી હતી.








    View this post on Instagram





    Happy birthday to me ! . . . #55 📷 @ankita_earthy


    A post shared by Milind Usha Soman (@milindrunning) on






    મિલિંદની આ નગ્ન તસવીર જોકે, કોઈ અન્ય વ્યક્તિએ નહીં પરંતુ તેની પત્ની અંકિતા દ્વારા જ ક્લિક કરવામાં આવી હતી. જોકે, આ મામલે સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અનેક લોકો તેની ફિટનેસની પ્રસંશા કરી રહ્યા છે સાથે જ કેટલાક લોકો તેના આ પ્રકારના વર્તનની નિંદા પણ કરી રહ્યા છે.

    પૂનમ પાંડેની ધરપકડ થઈ

    બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે (Poonam Pandey)તેનાં પતિ સેમ બોમ્બે (Sam Bombay)ની સાથે ફરી એક વખત ચર્ચામાં આવી ગઇ છે. ગુરુવારે 5 નવેમ્બરનાં રોજ બંને એટલે ચર્ચામાં આવ્યાં કારણ કે તેઓ ગોવાનાં ચાપોલી ડેમમાં એક અશ્લીલ વીડિયો શૂટ કરવાનાં હતાં જેનાં આરોપમાં તેમની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે આજે 6 નવેમ્બરનાં સવારે પૂનમ પાંડે અને તેનાં પતિ સેમ બોમ્બેને જામીન મળી ગાયા છે અને તેઓ જેલની બહાર આવી ગયા છે. જોકે તેઓ ગોવાની બહાર હાલમાં જઇ શકતાં નથી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Milind soman, ગોવા, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन