સના ખાનના એક્સ બોયફ્રેન્ડ ઇસ્માઇલ ખાનની વિરુદ્ધ મુંબઇની ઓશિવારા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ઇસ્માઇલ ખાન પર આરોપ છે કે તેણે એક મહિલા ડોક્ટરને બ્લેક મેઇલ કરી છે. આ મહિલા ડોક્ટરે ઇસ્માઇલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણીનું કહેવું છે કે ઇસ્માઇલે તેના ક્લિનિકમાં કેમેરા લગાવ્યા છે. આધારભૂત સુત્રોથી જે માહિતી મળી છે તે મુજબ ઇસ્માઇલે મહિલા ડોક્ટરના ક્લિનિકમાં હિડન કેમેરા લગાવ્યા હતા. જેથી તે છૂપી રીતે મહિલા ડોક્ટર સમેત હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર નજર રાખી શકે.
જો કે તમને અહીં જણાવી દઇએ કે આવું પહેલી વાર નથી બન્યું જ્યારે ઇસ્માઇલનું નામ છાપરે ચઢ્યું હોય. આ પહેલા પણ 2014માં એક મીડિયા કર્મી સાથે ઇસ્માઇલ મારપીટ કરી ચૂક્યો છે. અને તેની ફરિયાદ પછી સના ખાન, ઇસ્માઇલ અને તેમના નોકર રામૂ કનૈજિયાની પોલીસે ધરપકડ પણ કરી હતી અને 345 અને 506 જેવી કલમો પણ તેમના પર લાગી હતી. જો કે સના ખાને આ વિવાદ પછી ઇસ્માઇલ સાથે સંબંધો તોડી દીધા હતા.
ટોયલેટ એક પ્રેમ કથા, વઝહ તુમ હો તેવી ફિલ્મો કરનારી સના ખાન એક સમયે સલમાનની પણ નજીકની માનવામાં આવતી હતી. અને બિગ બોસમાં પણ તે નજરે પડી હતી. જો કે ઇસ્માઇલ હવે સના ખાનનો એક્સ બોયફ્રેન્ડ બની ગયો છે અને પોલીસમાં હાલ તેની સામે આ સંગીન ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર