સની વિરુદ્ધ ચેન્નઇમાં FIR દાખલ, જાણો કેમ ?

News18 Gujarati
Updated: February 11, 2018, 6:26 PM IST
સની વિરુદ્ધ ચેન્નઇમાં FIR દાખલ, જાણો કેમ ?
આવું પહેલી વખત નથી બન્યું. આ પહેલાં પણ સની લિયોન વિરુદ્ધ આવા જ કેસમાં FIR દાખલ થઇ ચૂકી છે

આવું પહેલી વખત નથી બન્યું. આ પહેલાં પણ સની લિયોન વિરુદ્ધ આવા જ કેસમાં FIR દાખલ થઇ ચૂકી છે

  • Share this:
મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની વિરુદ્ધ ચેન્નઇમાં FIR દાખલ કરવામાં આવી છે. ખરેખરમાં તેનાં પર પોર્નોગ્રાફીને પ્રમોટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, સોશિયલ એક્ટિવિસ્ટ એમી એકા એનોચ મોસેએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

સની લિયોની વિરુદ્ધ ચેન્નઇમાં એક સોશિયલ એક્ટિવિસ્ટ એમી એકા એનોચ મોસેએ ચેન્નઇનાં નજર્થપેટ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે. ''સની પર પોર્નોગ્રાફીને પ્રમોટ કરવાનો આરોપ લગાવતા મોસેએ કહ્યું કે, તે દેશની સંસ્કૃતિને ખતમ કરી દેશે. જે દેશનાં કાયદા વિરુદ્ધ છે. જે સમાજને નૈતિક પતન તરફ લઇ જાય છે''

આવું પહેલી વખત નથી બન્યું. આ પહેલાં પણ સની લિયોન વિરુદ્ધ આવા જ કેસમાં FIR દાખલ થઇ ચૂકી છે.

સની જોવા મળશે તમિલ ફિલ્મમાં
સની લિયોન ટૂંક સમયમાં જ તમિલ ફિલ્મ 'વીરમાદેવી'થી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. આ ફિલ્મ એક ઐતિહાસિક વિષય પર આધારિત છે. આ ફિલ્મમાં સની એક યોદ્ધા રાજકુમારીની ભૂમિકામાં નજર આવશે. થોડા સમય પહેલાં આ ફિલ્મનું એક પોસ્ટર પણ રિલીઝ થયુ હતું.
First published: February 11, 2018, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading