મુંબઇ: પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન વિરુદ્ધ લાહોરમાં FIR દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલિયો ટીમની ફરિયાદ પર FIR દાખલ કરવામાં આવ્યો છે. પોલિયો ટીમનું કહેવું છે કે આ નિર્ણય ટાઉન રેજિડેન્સી સ્થિત એક્ટરનાં ઘરે તેની દીકરીને પોલીયો ડ્રોપ પીવળાવવા ગયા હતાં. પણ તેની પત્નીએ ન ફક્ત દીકરીને પોલિયો ડ્રોપ પીવળાવવાથી રોક્યા પણ તેમની સાથે બદ્સલુકી પણ કરી.
FIR મુજબ ફવાદ ખાનની પત્નીએ તેની દીકરીને પોલિયો ડ્રોપ પીવળાવવાંનો વિરોધ કર્યો હતો. સાથે જ ઘરે આવેલી ટીમ સાથે પણ દૂર વ્યવહાર કર્યો હતો. એટલું જ નહીં ફવાદ ખાનનાં ડ્રાઇવરે પણ પોલિયો ટીમ સાથે યોગ્ય વ્યવહાર કર્યો ન હતો.
જિલ્લાનાં એક અધિકારીએ જણાવ્યું કે, ફવાદ ખાનની પત્નીએ દીકરીને પોલીયો ડ્રોપ ન પીવળાવવાનું કોઇ ચોક્કસ કારણ આપ્યુ નહીં આ મામલો સંપૂર્ણ રીતે તેની બેદરકારીનો છએ. સાથે જ પોલિયો વર્કર્સની સાથે ખરાબ વ્યવહાર સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર