દુષ્કર્મ મામલે કંગના રનૌટનાં બોડીગાર્ડ કુમાર હેગડે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

Instagram/rokey_hegde

કંગના રનૌટ (Kangana Ranaut)નાં બોડીગાર્ડ કુમાર હેગડે (Kumar Hegde) વિરુદ્ધ ડીએન નગરમાં દુષ્કર્મ મામલે કેસ દાખલ થયો છે. IPCની કલમ 376,377 અને 420 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે હાલમાં આ કેસની તપાસ ચાલુ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મુંબઇ પોલીસે કંગના રનૌટ (Kangana Ranaut)નાં બોડીગાર્ડ કુમાર હેગડે (Kumar Hegde) વિરુદ્ધ ડીએન નગર થાનેમાં દુષ્કર્મ (Rape Case)નાં એક કેસમાં FIR દાખલ કરવામાં આવી છે. ખબરોની માનીયે તો, આ કેસ 30 વર્ષની એક વબ્યૂટીશિયને ફરિયાદ કરી છે. જેણે આરોપ લગાવ્યો હતો કે, હેગડેએ તેની સાથે લગ્નનો વાયદો કર્યો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. FIR મુજબ, હેગડેએ ગત વર્ષે જૂનમાં પીડિતાને લગ્નનો વાયદો આપ્યો હતો. લિવ ઇન રિલેશનશિપ અંગે સજેશન આપ્યું છે. જેનાંથી પીડિતા રાજી થઇ ગઇ હતી. કારણ કે, તેણે લગ્ન કરવાની બાયધરી આપી હતી.

  ઇટાઇમ્સની રિપોર્ટ મુજબ, બંને એક બીજાને આઠ વર્ષથી ઓળખે છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, પીડિતાએ શારીરિક સંબંધ બનાવવા ઇનકાર કર્યો હતો. પણ આરોપીએ તેને આ માટે મજબૂર કર્યો હતો. મુંબઇ પોલીસનાં પ્રવક્તા ડીસીપી ચૈતન્યએ પુષ્ટિ કરતાં કહ્યું કે, 'હા એન નગર પોલીસ સ્ટેશનમાં એક FIR દાખલ થઇ છે. પોલીસે આ મામલાની તાપસ કરી છે.'

  Instagram/rokey_hegde


  પીડિતાએ કહ્યું કે, આરોપ લગાવ્યો હતો કે, આરોપીએ આ કહેતા તેનાંથી 50,000 રૂપિયા ઉધાર લીધા હતાં કે, તેની માતાની તબિયત ખરાબ છે. અને તેને તેનાં ગામડે જવું પડશે. ત્યારથી કુમાર હેગડે તેનાં સંપર્કમાં નથી. IPCની કલમ 376,377 અને 420 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે હાલમાં આ કેસની તપાસ ચાલુ છે.
  Published by:Margi Pandya
  First published: