કંપોઝર રાહુલ જૈન પર મહિલા લિરિસ્ટે લગાવ્યો ગર્ભપાત- બાળક છોડી ભાગ્યાનો આરોપ, FIR દાખલ

Photo- @rahuljainofficiall/Instagram

મ્યૂઝિક કોમ્પોઝર રાહુલ જૈન (Rahul Jain) પર ગંભીર આરોપ લગાવતા મુંબઇનાં ઓશીવારા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કલમ 376 2 (N) 420, 406, 313 અને 34 હેઠળ કેસ દાખલ કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં ફરી એક વખત યૌન શોષણનો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા લિરિસ્ટે સિંગર અને મ્યૂઝિક કોમ્પોઝર રાહુલ જૈન (Rahul Jain) પર ગંભીર આરોપો લગાવતા મુંબઇની ઓશીવારા સ્થિત પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, તેણે તેનું બાળક અપનાવવાંની ના પાડી દીધી છે. અને તે ઇચ્છે છે કે, તે બાળકોને કોઇને દત્તક આપી દે. પોલીસની કલમ 376 1(N) 420,406,313 અને 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  ફરિયાદકર્તા વકીલ ચંદ્રકાંત અંબાણીએ ઇટાઇમ્સ સાથેની વાતચિતમાં આરોપી રાહુલ જૈન (Rahul Jain)એ મહિલાને બે વખત જબરદસ્તી ગર્ભપાત પણ કરાવ્યું હતું. તેણે જણાવ્યું કે, આરોપીએ તેને બે વખત કરિઅરનો હવાલો આફી ગર્ભપાત કરવાં મજબૂર કરતાં અને તે નહોતા ઇચ્છતા કે કોઇ તેમનાં સંબંધ અને બાળક અંગે વાત કરે.

  આ પણ વાંચો-Urfi Javed B’day Special: એક્ટ્રેસ બનતા પહેલાં એક કંપનીમાં મેનેજર હતી ઉર્ફી જાણો તેની અજાણી વાતો

  મહિલાએ વકીલે આ મામલે કહ્યું કે, જન્મપત્ર પર બાળકનાં પિતાનું નામ દાખલ છે. પણ તેનાં બાળકોને તેનું નામ આપવાં માટે, તેની માતા અને બાળકો બંનેને છડી દીધા અને પોતે ક્યાંય ગૂમ થઇ ગયો છે.

  મહિલાનાં વકીલ ચંદ્રકાંત અંબાણી સાથે વાત કરતાં જણાવ્યું કે, ત્રીજી વખત પણ આોપીએ મહિલાને ગર્ભપાત કરવાં કહ્યું હતું. પણ મહિલાએ આમ કરવાની ના પાડી દીધી હતી. વકીલે વધુમાં કહ્યું કે, ગર્ભપાત કરવા માટે તેની મેડિકલ કંડિશન સારી નથી. પણ રાહુલ વારંવાર તેને ગર્ભપાત કરવા મજબર કરતો. જોકે, તેણે તેનાં બાળકોને આ વખતે જન્મ આપ્યો. જે હવે છ મહિનાનો થઇ ગયો છે.

  આ પણ વાંચો-'શક્તિમાન'નાં 'તમરાજ કિલવિશ'ની પાસે છે એટલી સંપત્તિ, દીકરીને આપી દીધો 60% મિલકતમાં ભાગ

  એટલું જ નહીં, રાહુલ જૈન પર મહિલાની સેવિંગ્સ પર ખર્ચો કરવાનો આરોપ છે. વકીલે કહ્યું કે, રાહુલ જૈને તેનાં તમામ રિસોર્સિઝનો ઉપયોગ કર્યો અને તેનું શોષણ કર્યું. રાહુલે તેનાં ગીતોનો ઉપયોગ કર્યો છે. અને તેનાં નામ પર મ્યૂઝિક કંપની વેચી દીધુ અને તેનાંથી જે પૈસા મળ્યાં તેમાંથી એક પણ રૂપિયો મહિલાને આપ્યો નથી. જ્યારે તે તમામ મેહનત તે મહિલાની હતી.

  આ પણ વાંચો-EDની ઓફિસ પહોંચી નોરા ફતેહી, મની લોન્ડ્રિંગ કેસમાં થશે પૂછપરછ

  તો, મહિલાએ આ આોપો બાદ રાહુલ જૈનને ઢિંઢોસી કોર્ટમાં અંતરિમ જમાનત અરજી દાખલ કરી. મહિલાનાં વકીલે કહ્યું કે, કોર્ટથી અમે આ કેસમાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી મળી છે. પણ હાલમાં આ કેસમાં કોઇ જ સુનાવણી આવી નથી. આગામી સુનાવણી 20 ઓક્ટોબરનાં થશે. મહિલાએ રાહુલ જૈન વિરુદ્ધ આરોપો FIRમાં 6 ઓક્ટોબરનાં દાખલ કરાવી હતી.  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published: