બોગસ દસ્તાવેજ બનાવી દિલીપ કુમારનો બંગલો હડપ કરવાનો પ્રયાસ

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બિલ્ડર સમીર ભોજવાણીએ એ જમીન પર દાવો કર્યો જેના પર દિલીપ કુમારનો બંગલો બનેલો છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બિલ્ડર સમીર ભોજવાણીએ એ જમીન પર દાવો કર્યો જેના પર દિલીપ કુમારનો બંગલો બનેલો છે.

 • Share this:
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર દિલીપ કુમારના બંગલા પર કબજો કરવાના આરોપમાં એક બિલ્ડર સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બિલ્ડર સમીર ભોજવાણીએ એ જમીન પર દાવો કર્યો જેના પર દિલીપ કુમારનો બંગલો બનેલો છે. દિલીપ કુમારનો આ બંગલો બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં આવેલો છે.

  પોલીસને આશંકા છે કે આ જમીન પર કબજો કરવા માટે બિલ્ડરે બોગસ દસ્તાવેજ બનાવ્યા છે. પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, 'દિલીપ કુમારના પત્ની સાયરાબાનોએ ભોજવાણી સામે ફરિયાદ નોંધાવી છે. અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ. બાદમાં આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.'

  કેસ નોંધાયા બાદ ભોજવાણીના બાંદ્રા સ્થિત ઘરમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન ઘરમાંથી ચાકૂ, છરા અને બીજા હથિયાર મળ્યાં છે. ભોજવાણી હાલ ફરાર છે. સાયરાબાનોની ફરિયાદ પ્રમાણે દિલીપ કુમારે આ જમીન વર્ષ 1953માં રૂ. 1.40 લાખમાં ખરીદી હતી.

  સાયરા બાનોએ આ મામલે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની મદદ માંગી હતી. તેમણે પત્ર લખીને સમીર ભોજવાણીથી રક્ષણની માંગ કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે બિલ્ડરે અમુક બોગસ દસ્તાવેજો ઉભા કરીને તેમની પ્રોપર્ટી પર કબજો કરવાની ધમકી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભોજવાણીએ ધમકી આપી હતી કે રાજકારણમાં તેની ખૂબ ધરાવે છે અને તેમની સામે ફરિયાદો પણ નોંધાવી શકે છે.

  આ કેસ જે પ્રોપર્ટીનો છે તેના રિનોવેશન માટે દિલીપ કુમારે પ્રજીતા ડેવલપર્સ સાથે વર્ષ 2006માં કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. બાદમાં 2008 સુધી કામ શરૂ ન થતાં દિલીપ કુમારે આ કોન્ટ્રાક્ટ રદ્દ કરીને બંગલો અને જમીન પરત લેવાની માંગણી કરી હતી. આ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો અને વર્ષ 2017માં સાયરાબાનો અને દિલીપ કુમારના પક્ષમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: