Home /News /entertainment /બોલિવૂડના પોપ્યુલર સિંગર વિરુદ્ધ FIR, કોસ્ચ્યુમ ડિઝાઈનરને ઘરે બોલાવી રેપ કર્યો

બોલિવૂડના પોપ્યુલર સિંગર વિરુદ્ધ FIR, કોસ્ચ્યુમ ડિઝાઈનરને ઘરે બોલાવી રેપ કર્યો

રેપના આરોપમાં સિંગર રાહુલ જૈનની વિરુદ્ધ FIR દાખલ

સિંગર અને કમ્પોઝર રાહુલ જૈનની વિરુદ્ધ રેપના આરોપમાં FIR નોંધવામાં આવી છે. 30 વર્ષની એક કોસ્ચ્યુમ સ્ટાઈલિસ્ટે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં રાહુલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

    સિંગર અને કમ્પોઝર રાહુલ જૈનની વિરુદ્ધ રેપના આરોપમાં FIR નોંધવામાં આવી છે. 30 વર્ષની એક કોસ્ચ્યુમ સ્ટાઈલિસ્ટે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં રાહુલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું, રાહુલે સોશિયલ મીડિયા દ્વારા મારો સંપર્ક કર્યો હતો અને મારા કામના વખાણ કર્યા હતા. તેને મને તેના મુંબઈના ઘરે બોલાવી અને પોતાના પર્સનલ કોસ્ચ્યુમ સ્ટાઈલિસ્ટ તરીકે રાખવાની ખાતરી આપી. તેના પછી હું 11 ઓગસ્ટે તેના ઘરે ગઈ જ્યાં તેને મારી સાથે રેપ કર્યો. તેમજ રાહુલે આ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે.

    આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ

    મુંબઈ પોલીસે મીડિયાને નિવેદન આપતા કહ્યું- મહિલા મુંબઈમાં ફ્રિલાન્સ કોસ્ચ્યુમ સ્ટાઈલિસ્ટ તરીકે કામ કરતી હતી. તેણે અમને જણાવ્યું કે, રાહુલે રેપ કર્યો અને બધા પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો. અમે IPCની કલમ 376, 323 અને 506 અંતર્ગત FIR દાખલ કરી છે. અત્યારે આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ.

    એક મહિલાએ પહેલા પણ આવો આરોપ લગાવ્યો હતો- રાહુલ

    ઈટાઈમ્સ સાથે વાત કરત રાહુલે જણાવ્યું કે, હું આ મહિલાને ઓળખતો પણ નથી. આ જે પણ આરોપ મારા ઉપર લગાવવામાં આવ્યા છે, તે ખોટા અને પાયાવિહોણા છે. આ પહેલા પણ એક મહિલાએ મારી ઉપર આરોપ લગાવ્યો હતો, પરંતુ બાદમાં મને ન્યાય મળ્યો. મને લાગે છે કે આ બંને મહિલા એકબીજાને મળેલી છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં રાહુલ પર રેપ અને બાળકોને એબોર્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. રાહુલ છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં નથી.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन