Home /News /entertainment /રસપ્રદ: ... આખરે યશ ચોપડાએ રાની મુખર્જીના માતા-પિતાને કેમ કેદ કવા પડ્યા હતા? જાણો કારણ

રસપ્રદ: ... આખરે યશ ચોપડાએ રાની મુખર્જીના માતા-પિતાને કેમ કેદ કવા પડ્યા હતા? જાણો કારણ

રાની મુખરજી

રાની મુખર્જીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'મુજસે દોસ્તી કરોગે' પછી તેણે બધી જ ફિલ્મો માટે ના કહેવાનું શરૂ કર્યું હતું. એટલો ઇનકાર કરી રહી હતી કે મારી માતાને પણ લાગ્યું કે હું પાગલ થઈ ગઈ છું.

    મુંબઈ : બોલિવૂડ (Bollywood) ફિલ્મોમાં પોતાના અભિનય અને સ્ટાઈલથી ચાહકોના દિલો પર રાજ કરનાર અભિનેત્રી (Actress) રાની મુખર્જી (Rani Mukherjee) ને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે બંગાળી ફિલ્મ 'બિયર ફૂલ' દ્વારા ફિલ્મી દુનિયામાં પદાર્પણ કર્યું હતું અને ત્યાર બાદ તે ઘણી હિટ ફિલ્મો (Films)માં જોવા મળી હતી. રાની મુખર્જી ((Rani Mukherjee) એ પણ પોતાના કરિયર (Career)માં યશ ચોપડા (Yash Chopra) સાથે ઘણી ફિલ્મો કરી છે. પરંતુ શું તમે એક વાત જાણો છો કે યશ ચોપડાએ એક સમયે રાની મુખર્જીના માતા-પિતા ((Rani Mukherjee mother Father) ને કેદ કરી દીધા હતા. આટલું જ નહીં તેણે અભિનેત્રીને ધમકી પણ આપી હતી.

    ... જ્યારે માતાનેપણલાગ્યું કે હું પાગલ થઈ ગઈ છુ

    આ વાતનો ખુલાસો રાની મુખર્જી (Rani Mukherjee) એ એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. રાની મુખર્જીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'મુજસે દોસ્તી કરોગે' પછી તેણે બધી જ ફિલ્મો માટે ના કહેવાનું શરૂ કર્યું હતું. એટલો ઇનકાર કરી રહી હતી કે મારી માતાને પણ લાગ્યું કે હું પાગલ થઈ ગઈ છું.

    આ કારણે યશ ચોપરાએ રાનીના માતા-પિતાને કેદ કર્યા

    યશ ચોપડા (Yash Chopra) વિશે વાત કરતાં રાની મુખર્જીએ કહ્યું કે, મારા માતા-પિતા તેની પાસે માત્ર એટલું જ કહેવા ગયા હતા કે રાનીને આ ફિલ્મમાં રસ નથી. પરંતુ તેણે મને ફોન કરીને કહ્યું, 'દીકરા, તું મોટી ભૂલ કરી રહી છે'. હું દરવાજો બંધ કરી રહ્યો છું. અને જ્યાં સુધી તમે હા ન કહો ત્યાં સુધી હું તમારા માતા-પિતાને જવા નહીં દઉં.

    આ પણ વાંચોરસપ્રદ : 'નટસમ્રાટ'થી લઈ ક્રાંતિવીર સુધી, IMDB પર નાના પાટેકરની આ છે ટોપ રેકિંગ ફિલ્મો

    રાનીએ યશ ચોપડા (Rani Mukherjee Yash Chopra) નો આભાર માન્યો અને કહ્યું કે અંકલે તે સમયે આ કામ કરી ખૂબ જ સરસ કામ કર્યું હતું અને હું તેમના આ પગલા માટે આભારી છું. જાણકારી માટે તમને જણાવી દઈએ કે રાની મુખર્જી (Rani Mukherjee) એ પોતાના કરિયર દરમિયાન યશ ચોપડા સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. વીર ઝારાનો અનુભવ શેર કરતાં અભિનેત્રીએ કહ્યું કે જ્યારે મેં યશ અંકલ સાથે શૂટિંગ શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે તેઓ એક આઇકોનિક ફિલ્મમેકર છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Rani mukerji, Rani mukharji

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन