ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગ્લેમરસ માફિયા ચલાવે છે- પહલાજ નિહલાની

News18 Gujarati
Updated: January 23, 2019, 4:04 PM IST
ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગ્લેમરસ માફિયા ચલાવે છે- પહલાજ નિહલાની
પહલાજ નિહલાનીએ કહ્યું કે, મારી ફિલ્મને જરૂર પ્રમાણે થિયેટર્સ મળ્યા નથી

પહલાજ નિહલાનીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મ અને તેની સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ અંગે વાત કરી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આજકાલ ગોવિંદાની ફિલ્મ 'રંગીલા રાજા' ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીની ઇચ્છા પ્રમાણે રીલિઝ ન થઇ શકી. હાલમાં જ પહલાજ નિહલાનીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મ અને તેની સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ અંગે વાત કરી હતી.

ઇન્ડસ્ટ્રી ચલાવે છે 'માફિયા'

'રંગીલા રાજા' યોગ્ય રીતે રીલિઝ ન થતાં પહલાજ નિહલાનીએ કહ્યું કે, મારી ફિલ્મને જરૂર પ્રમાણે થિયેટર્સ મળ્યા નથી. આવું એટલે બન્યું છે કે મનોરંજન ઉદ્યોગને ગ્લેમરસ માફિયા ચલાવે છે. સેન્સર બોર્ડના કામકાજ અંગે સ્પષ્ટવાદી વિચારોને લીધે મને નિશાન બનાવાય છે અને મારી સાથે જ અભિનેતા ગોવિંદા પર પણ નિશાન સધાય છે. જો તમે મને પૂછો તો હું કહી શકુ કે, મારા અને ગોવિંદાના ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધારે દુશ્મન છે.

આ પણ વાંચો: કાદર ખાનનાં દીકરાએ ગોવિંદા પર ઠાલવ્યો ગુસ્સો, અંતિમ સમયમાં ન પુછી ખબર કે ન કર્યો ફોન

હું એ લોકોને ઓળખુ છુ

પહલાજ નિહલાનીએ કહ્યું કે, મને ખબર છે એ લોકો કોણ છે. હું એ લોકોને ઓળખુ છુ, જે ગોવિંદા અને મને પૂરો કરવા માગે છે. મનોરંજન ઉદ્યોગ એક ગ્લેમરસ માફિયા દ્વારા ચલાવવામાં આવે છે. એ બધા એક સાથે બેસે છે, જમે છે, સૂવે છે અને ફિલ્મ્સ બનાવે છે. મારા જેવા એકલા નિર્માતા કે જેની પાછળ કોઇ કોર્પોરેટનો હાથ નથી, તેને કોર્પોરેટ સંસ્કૃતિના નામ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કરવામાં આવી રહ્યો છે.
First published: January 23, 2019, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading