હોરર ફિલ્મ નિર્માતા KUMAR RAMSAYનું હાર્ટ એટેકથી નિધન

દિલીપ કુમાર (Dilip Kumar)નાં નિધનનાં એક દિવસ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક મોટો ઝાટકો લાગ્યો છે. હોરર ફિલ્મ માટે પ્રખ્યાત કુમાર રામસે (Kumar Ramsay) નથી રહ્યાં.

દિલીપ કુમાર (Dilip Kumar)નાં નિધનનાં એક દિવસ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક મોટો ઝાટકો લાગ્યો છે. હોરર ફિલ્મ માટે પ્રખ્યાત કુમાર રામસે (Kumar Ramsay) નથી રહ્યાં.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લેજન્ડરી એક્ટર દિલીપ કુમાર (Dilip Kumar)નાં નિધનથી લોકો હજુ માંડ સામાન્ય થયાં ત્યાં વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. હોરર ફિલ્મોનાં પ્રખ્યાત કુમાર રામસે (Kumar Ramsay)નું હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે. 85 વર્ષિય રામસે બ્રધર્સમાં સૌથી મોટા કુમાર રામસે હવે રહ્યાં નથી. ન્યૂઝ એજન્સી PTIનાં હવાલાથી મળેલી માહિતી મુજબ મુંબઇનાં હીરાનંદાની સ્થિત તેમનાં ઘરે તેણે અંતિમ શ્વાસ લીધા છે.

  હોરર ફિલ્મોની પટકતા લખનારા કુમાર રામસે તેમની પત્ની શીલા અને ત્રણ બાળકો રાજ રામસે, ગોપાલ રામસે અને સુનીલ રામસેને છોડી ગયા છે. દીકરા ગોપાલ રામસે અને સુનીલ રામસેને છોડી ગયા છે. તેનાં દીકરા ગોપાલ મુજબ, ગુરવારે સવારે પાંચ વાગ્યે હાર્ટ એટેકથી તેમનું નિધન થઇ ગયુ છે. ફિલ્મ નિર્માતા એફ યૂ રામસેનાં દીકરા કુમાર રામસે સાત ભાઇઓમાં સૌથી મોટા હતાં. આ ભાઇયોએ હોરર ફિલ્મો બનાવી અને તેમનું (રામસે બ્રધર્સ)નાં નામ જ ડરાવની ફિલ્મો માટે જાણીતું છે.  હોલિવૂડની હોરર ફિલ્મોમાં ઇન્ડિયન મસાલાનો તડકો લગાવી આ બંધુઓ ભૂત-પ્રેતની કહાનીઓ પર ફિલ્મ બનાવે છે અને દર્શકોને થિએટરમાં ડરાવતા. 70-80નાં દાયકામાં ઓછા બજેટમાં તેમણે ઘણી શાનદાર ફિલ્મો બનાવી છે. તેમણે ' ઔર કોન?', 'દહશત' 'સાયા', 'ખોજ', 'પુરાના મંદિર' જેવી ઘણી ફિલ્મો બનાવી છે. 'સાયા' માં શત્રુધ્ન સિન્હા હતાં તો ખોજમાં રિશિ કપૂર અને નસીરુદ્દીન શાહ.

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1947માં ભાગલાં સમયે રામસે ફેમિલી મુંબઇ આવીને વસી. જ્યાં તેમણે ઇલેક્ટ્રોનિક શોપ ખોલી પણ માયાનગરીમાં રહેતાં તેમનો મોહ ફિલ્મી દુનિયા તરફ ગયો અને પિતાની સાથે સાતેય ભાઇઓએ ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.
  Published by:Margi Pandya
  First published: