Home /News /entertainment /'કેટવૉક' કરતાં એરપોર્ટમાં ચેકિંગ વિના જ ઘુસી ગયો કરણ જૌહર, પછી સિક્યોરિટીએ કર્યુ એવું કે...

'કેટવૉક' કરતાં એરપોર્ટમાં ચેકિંગ વિના જ ઘુસી ગયો કરણ જૌહર, પછી સિક્યોરિટીએ કર્યુ એવું કે...

ફરી ટ્રોલ થયો કરણ જૌહર

એરપોર્ટ પર ટિકીટ બતાવ્યા વિના જ અંદર ઘુસી ગયો કરણ જૌહર. ફિલ્મમેકકરને સિક્યોરિટીએ રોક્યો અને ટિકીટ બતાવવા કહ્યુ. હવે સોશિયલ મીડિયા પર કરણનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

મુંબઈઃ કરણ જૌહરની ફેશન સેન્સ હંમેશા લોકોને પોતાની તરફ ખેંચે છે. ખાસ કરીને તેનો એરપોર્ટ લુક અલગ જ હોય છે, જેને લઈને અવાર-નવાર તે ટ્રોલ પણ થાય છે. હાલમાં જ કરણ એરપોર્ટ પર એકવાર ફરી અલગ અંદાજમાં પહોંચ્યો હતો. પરંતુ આ વખતે તે પોતાના લુકની સાથે સ્વભાવના કારણે પણ ટ્રોલ થઈ રહ્યો છે. હકીકતમાં, તે જેવો એરપોર્ટ પર પહોંચે છે કે જલ્દી-જલ્દીમાં તે ગેટની અંદર ઘુસવા લાગે છે, તેના પર સિક્યોરિટી તેને રોકી દે છે. કરણનો આ રીતે ટશનમાં અંદર જતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કરણ જૌહરનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તે થોડો ઉતાવળમાં જોવા મળી રહ્યો છે. કરણ જેવો એરપોર્ટ પર પહોંચે છે તે જલ્દી-જલ્દીમાં આઈડી કાર્ટ ચેક કરાવ્યા વિના જ ટશનમાં અંદર જવા લાગે છે. જોકે, સિક્યોરિટી તેને પેપર્સ બતાવવા માટે રોકે છે. ત્યારબાદ તેને પોતાના ડફલ બેગમાંથી કાગળ નીકાળવામાં સમય લાગે છે. બસ, ફરી શું હતું નેટિઝન્સ તેનો ક્લાસ લેવાનું શરુ કરી દે છે.

આ પણ વાંચોઃ નિક્કી તંબોલીએ આટલો નાનો ડ્રેસ પહેરી આપ્યા કાતિલ પોઝ, કેમેરા સામે ફ્લોન્ટ કરી ટોન્ટ બોડી



 
 

 

 


View this post on Instagram


 

 

 

 

A post shared by Viral Bhayani (@viralbhayani)






આ પણ વાંચોઃ ગેંગ્સ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકીથી નથી ડરતો સલમાન, કડક સુરક્ષા સામે ઉઠાવ્યો વાંધો

કરણની કેટવૉક

કરણ જૌહરનો આ અંદાજ લોકોને સમજ ના આવ્યો. અમુક યુઝર્સનું કહેવું હતું કે આ સેલેબ્સને લાગે છે કે તેમને સિક્યુરિટી ચેકની પણ જરુરત નથી. આ રુલ્સ ફોલો કરવાનું જરુરી નથી સમજતાં. એક યુઝરે કહ્યુ, 'કરણ કેટવૉક કરવામાં એટલો વ્યસ્ત હતો કે તે પેપર બતાવવાનું જ ભૂલી ગયો', વળી અન્ય એકે લખ્યુ, 'ચશ્મા એટલા મોટા પહેરી લીધા કે કશું દેખાતું જ નથી.' કરણે વ્હાઈટ લૂઝ જેકેટ અને બેગી બ્લેક ટ્રાઉઝર પહેરેલું હતું.

કરણ જૌહરે પેપર ના બતાવવા સિવાય તેનું ડફલ બેગ પણ ટૉકિંગ પોઇન્ટ બન્યો હતો. લોકોનું કહેવું છે કે એવું બેગ લીધુ છે જે હેન્ડલ જ નથી કરી શકતો. વળી, અમુક લોકો પુછી રહ્યા છે ચોર બજારથી ખરીદ્યુ શું?
First published:

Tags: Entertainmemt News, Karan johar, બોલીવુડ