ફિલ્મ મેકર બી સુભાષની પત્ની તિલોત્તમાનું લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું. તેઓ 67 વર્ષના હતા. તિલોત્તમા છેલ્લા વર્ષથી કિડની અને ફેફસાં સાથે સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યા હતા.
ફિલ્મ મેકર બી સુભાષની પત્ની તિલોત્તમાનું લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું. તેઓ 67 વર્ષના હતા. તિલોત્તમા છેલ્લા વર્ષથી કિડની અને ફેફસાં સાથે સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યા હતા. બી સુભાષ તેમની ફિલ્મ ડિસ્કો ડાન્સર માટે જાણીતા છે. થોડા સમય પછી તેઓ ક્યાંક ગાયબ થઈ ગયા હતા.
પત્નીની સારવાર કરાવવા માટે પૈસા નહોતા
સુભાષની પત્નીની સારવાર છેલ્લા પાંચ વર્ષથી મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં ચાલી રહી હતી. થોડા સમય પછી એવા સમાચાર આવ્યા હતા કે તેઓ આર્થિત તંગીનો સામનો કરી રહ્યા હતા અને તેમની પાસે પત્નીની સારવાર કરાવવાના પૈસા પણ નહોતા.
છ વર્ષ પહેલા જ ડૉક્ટરે જણાવ્યું હતું કે, તેમની પત્નીને કિડનીની ગંભીર બીમારી છે. તેના પછી સુભાષે પોતાની કિડની આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ટેસ્ટ પછી જાણવા મળ્યું કે તિલોત્તમાને ફેફસાંની પણ બીમારી છે. ફેફસાં પર અસર ન પડે, તેના કારણે ડૉક્ટર્સે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ના પાડી દીધી હતી. તેના પછી થોડા વર્ષોથી તેમની તબિયત દિવસેને દિવસે ખરાબ થતી જતી હતી.
સલમાન ખાને મદદ કરી હતી
બી સુભાષ બે દીકરીઓ અને દીકરાના પિતા છે. તેમને લગભગ 18થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. કોરોનાકાળમાં સુભાષની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. તેના પછી તેઓ પોતાની પત્નીની સારવાર માટે તેમને બોલિવૂડના લોકો પાસેથી મદદ માગી, જેના પછી સલમાન ખાન અને મિથુન ચક્રવર્તીએ તેમની મદદ કરી હતી.
1982માં મળી ઓળખ
બી સુભાષનું આખું નામ બબ્બર સુભાષ છે. તેમને વર્ષ 1978માં આવેલી ફિલ્મ ખૂન ડાયરેક્શનમાં ડેબ્યુ કર્યું હતું. તેના પછી સુભાષે જાલિમ, તકદીર કા બાદશાહ, કસમ પૈદા કરને વાલે કી, એડવેન્ચર ઓફ ટાર્ઝન, કમાન્ડો, લવ લવ લવ જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી, પરંતુ બબ્બર સુભાષને ઓળખ 1982માં આવેલી ફિલ્મ ડિસ્કો ડાન્સરથી મળી, તેમાં મિથુન ચક્રવર્તી લીડ રોલમાં હતો.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર