Home /News /entertainment /

Filmfare Awards 2021: બેસ્ટ એક્ટરનો એવોર્ડ અજય દેવગણ, ઇરફાન અને સુશાંત સિંહ વચ્ચે કાંટાની ટક્કર

Filmfare Awards 2021: બેસ્ટ એક્ટરનો એવોર્ડ અજય દેવગણ, ઇરફાન અને સુશાંત સિંહ વચ્ચે કાંટાની ટક્કર

(PHOTO: Instagram/Ajaydevgn/irrfan/sushantsinghrajpu)

ફિલ્મફેર એવોર્ડ્સ 2021 (Filmfare Awards 2021) નાં બેસ્ટ એક્ટર કેટેગરીનાં નોમિનેશન સામે આવ્યાં છે. અજય દેવગણ (Ajay Devgn), ઇરફાન ખાન (Irrfan Khan) અને સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આ શ્રેણીમાં નોમિનેટ થયો છે. આ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 66માં ફિલ્મફેર એવોર્ડ્સ 2021 (Filmfare Awards 2021)નાં નોમિનેશન સામે આવ્યાં છે. બેસ્ટ એક્ટર કેટેગરી (Best Actor Nomination) નાં નોમિનેશન સામે આવ્યાં છે. દર વર્ષની જેમ આ એવોર્ડ શો તે સ્ટાર્સને સન્માનિત કરશે. જેણે 2020માં સ્ક્રીન અને ઓફ સ્ક્રીન જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. જોકે, ગત વર્ષે મહામારીને કારણે ઇન્ડસ્ટ્રી માટે ઘણું જ અઘરું રહ્યું હતું. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેનાં ચાહકોનું મનોરંજન કરવામાં કોઇ કસર બાકી નથી રાખી. ફિલ્મો મોટી સ્ક્રીન પર રિલીઝ થઇ કે પછી ડિજિટલ પ્લેટફર્મ પર. ફિ્લમોનો જાદુ દર્શકો પર ચાલ્યો.

    2020માં મોટાભાગની ફિલ્મો OTT પર રિલીઝ થઇ છે. કે પછી તેની રિલીઝ ડેટ આગળ ખસેડી 2021માં વધારી દેવામાં આવી છે. અજય દેવગણની 'તાન્હાજી- અનસંગ વોરિયર' (Tanhaji-The Unsung Warrior) ખરા અર્થમાં બોક્સ ઓફિસ પર સૌથી સફળ ફિલ્મ રહી. અજય દેવગણે તેમાં મરાઠી યોદ્ધાની ભૂમિકા અદા કરી હતી. જેનું પ્રદર્શન ઘણું જ વખાણવામાં આવ્યું હતું.

    આ વચ્ચે, અંગ્રેજી મીડિયમ (Angrezi Medium) ઇરફાન ખાનની અંતિમ ફિલ્મ સાબિત થઇ. આ ફિલ્મ એપ્રિયલ 2020માં એક્ટરનાં દેહાંત પહેલાં રિલીઝ કરી દેવામાં આવી હતી. એક્ટરે ઇલાજ દરમિયાન આ ફિલ્મની શૂટિંગ કર્યું હતું. તે તેનાં સ્વાસ્થ્ય અને મહામારીને કારણે, ફિલ્મનાં પ્રમોશનથી દૂર રહ્યાં હતાં. આ ઉપરાંત તેમણે બેસ્ટ એક્ટર માટે 'દિલ બેચારા'નાં દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને નોમિનેટ કર્યો હતો.

    આ ફિલ્મ 'ધ ફોલ્ટ ઇન આર સ્ટાર્સ' (The Fault in Our Stars)ની રીમેક છે. આ ફિલ્મ એક્ટરનાં દેહાંત બાદ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઇ હતી. ત્યારથી આ ફિલ્મે ઘણાં રેકોર્ડ તોડ્યા હતાં. 2020માં એક્ટરનું નિધન ચર્ચામાં રહ્યું. સુશાંતનાં ફેન્સને હજું પણ આશા છે કે, તેનાં નિધનનું કારણ બહાર આવશે. આ ત્રણય સ્ટાર્સ ઉપરાંત બેસ્ટ એક્ટરનાં એવોર્ડ માટે 'ગુલાબો સિતાબો'નાં અમિતાભ બચ્ચન, 'શુભ મંગલ જ્યાદા સાવધાન'નાં આયુષ્માન ખુરાના અને 'લૂડો' માટે રાજકુમાર રાવ નોમિનેટ થયા છે.

    બેસ્ટ એક્ટર કેટેગરી માટે નોમિનેટ થનારા તમામ સ્ટાર્સની ફેન ફોલોઇંગ ખુબજ મોટી છે. 2020માં તાન્હાજી- ધ અનસંગ વોરિયર સ્પષ્ટ રૂપે બોક્સ ઓફિસ પર એક જ મોટી ફિલ્મ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઇરફાન ખાન અને સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સ પણ ઇચ્છતા હતાં કે તેમની ફિલ્મો એક્ટર્સનાં પ્રભાવને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે. તેની અંતિમ ફિલ્મ યાદગાર રહી છે. એક વખત ફરી સર્વશ્રેષ્ઠ એક્ટરની શ્રેણી સૌથી કઠીન શ્રેણી સાબિત થઇ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Awards 2021, Best Actor, Entertainment news, Filmfare Award 2021, Irrfan khan, News in Gujarati, Sushant singh rajput, અજય દેવગન, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन