Home /News /entertainment /અમિતાભની આગામી ફિલ્મના મેકર્સનો માસ્ટર પ્લાન, ટ્રેલર જોવા માટે જોવી પડશે 'રામસેતુ' ફિલ્મ

અમિતાભની આગામી ફિલ્મના મેકર્સનો માસ્ટર પ્લાન, ટ્રેલર જોવા માટે જોવી પડશે 'રામસેતુ' ફિલ્મ

'રામસેતુ'માં જોવા મળશે 'ઉંચાઈ'ની ઝલક

જે રીતે ફિલ્મ 'ઉંચાઈ'ના પોસ્ટર રજૂ કરીને દર્શકોની ઉત્સુકતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેના કારણે ફિલ્મના ટ્રેલર વિશે પણ લોકોની ઉત્સુકતા વધી રહી છે. ત્યારે માહિતી મળી રહી છે કે ફિલ્મ 'રામસેતુ'ની સાથે દર્શકોને 'ઉંચાઈ'નું ટ્રેલર જોવા મળશે.

વધુ જુઓ ...
    મુંબઈઃ સૂરજ બડજાત્યાની ફિલ્મ બીજી ફિલ્મો કરતાં અલગ શૈલીની હોય છે. તે દર્શકોની સામે નવા અંદાજમાં વાર્તા પીરસે છે. એકવાર ફરી દર્શકો તે કંઈક નવું આપવા માટે તૈયાર છે. તે જલ્દી ફિલ્મ 'ઉંચાઈ' લઈને આવે છે. અતુટ દોસ્તી આધારિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની મુખ્ય રોલમાં છે. હવે ફિલ્મ સાથે જોડાયેલી ખબર એ છે કે ફિલ્મનું ટ્રેલર અક્ષય કુમારની ફિલ્મ 'રામસેતુ'ની સાથે બતાવવામાં આવશે.

    અક્ષય કુમાર 'રામસેતુ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને અલગ કોન્સેપ્ટનાં કારણે સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યુ છે. આ ફિલ્મ 11 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે અને તેનું પહેલું ટ્રેલર 18 ઓક્ટોબરે રિલીઝ થઈ ગયું છે. ત્યારબાદ ફિલ્મ 'ઉંચાઈ'નું ટ્રેલર પણ 'રામસેતુ'ના ટ્રેલર સાથે અટેચ કરવામાં આવશે. જે 25 ઓક્ટોબરે રિલીઝ થશે. 'ઉંચાઈ'માં ડૈની ડેનજોંગપા, નીના ગુપ્તા, સારિકા અને પરિણીતિ ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

    આ પણ વાંચોઃ સાજિદ ખાનના સપોર્ટમાં આવી રાખી સાવંત, કહ્યુ- 'તે આત્મહત્યા કરે તે પહેલા તેને જીવવા દો'

    અક્ષયે તુરંત કરી લીધો સ્વીકાર


    અક્ષય કુમારની ફિલ્મ 'રામસેતુ'ની સાથે જ્યારે સૂરજ બડજાત્યાએ પોતાના ટ્રેલરને અટેચ કરવાની વાત કરી તો અક્ષય તરત જ હા કહી દીધી હતી. પિંકવિલાની રિપોર્ટ અનુસાર અક્ષય, સૂરજનું ખૂબ જ સન્માન કરે છે. આવામાં જ્યારે તેમની તરફથી આવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો તો તેણે જરા પણ મોડું કર્યા વિના પોતાની સહમતિ આપી દીધી હતી. સાથે જ અક્ષય માટે ફિલ્મ 'ઉંચાઈ'ના તમામ કલાકાર પણ ખૂબ જ ખાસ છે. તેથી તે આ વાતમાં કોઈપણ આનાકાની વિના માની ગયાં.

    આ પણ વાંચોઃ પ્રિયંકાએ સુખી દાંપત્ય જીવન માટે રાખ્યું કરવાચોથનું વ્રત, જુઓ 'દેશી ગર્લ'ની સાદગી ભરી તસવીર

     અહીં 'થેન્ક ગોડ' સાથે 'દ્રશ્યમ 2'



    અક્ષય કુમારની 'રામસેતુ'ની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગણની 'થેન્ક ગોડ' પણ પણ રિલીઝ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીમાં રિલીઝ થનારી ફિલ્મને દર્શકોનો ખાસ પ્રેમ મળે છે.



    આવામાં દરેક ફિલ્મમેકર આ સમયગાળામાં તેમની ફિલ્મનો પરિચય કરાવવા માંગે છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywod, Bollywood Film, Entertainemt News, Entertainment, New film, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन