ન્યૂઝ18 ગુજરાતી: વિક્કી કૌશલ માટે 2018નો વર્ષ સારો રહ્યો હતો. ફિલ્મ સંજૂ, લસ્ટ સ્ટોરીઝ, લવ પર સ્કાએર ફીટ અને રાજીમાં તેના અભિયનની પ્રશંસા થઇ હતી. વર્ષ 2019ની શરૂઆતમાં જ રીલિઝ થયેલી તેની ફિલ્મ 'ઉરી' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મમાં વિક્કીની એક્ટિંગના વખાણ થઇ રહ્યાં છે. જ્યારે ફિલ્મની કહાણી 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી ફિલ્મની કમાણીના આંકડા શેર કર્યા છે. જે પ્રમાણે ફિલ્મે 8 દિવસમાં 75 કરોડનો આંકડો પાર કરી લીધો છે. સાથે જ તરણ આદર્શે જણાવ્યું કે, ફિલ્મ આવનારા વીકેન્ડમાં 100ની કમાણી કરી શકે છે. રીલિઝના બીજા સપ્તાહમાં પણ ફિલ્મની કમાણી ચાલુ રહેશે. ફિલ્મે 5 દિવસમાં જ 50 કરોડનો આંકડો પાર કર્યો હતો. જ્યારે શુક્રવારે ફિલ્મે 7.60 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે જ ઉરીએ 8 દિવસમાં કુલ 78.54 કરોડનું કલેક્શન કર્યું છે.
#UriTheSurgicalStrike is a force to reckon with at the BO... Remains the first choice of moviegoers, eclipsing the biz of all films [new and holdover titles]... Day 8 is almost at par with Day 1 👍👍👍... [Week 2] Fri 7.60 cr. Total: ₹ 78.54 cr. India biz. #Uri#HowsTheJosh
#UriTheSurgicalStrike benchmarks...
Crossed ₹ 50 cr: Day 5
₹ 75 cr: Day 8
Should breach ₹ 💯 cr mark in Weekend 2, as per current trending... Indeed, Week 2 has commenced with solid josh... #Uri#HowsTheJosh
ઉરીની કમાણીની અસર બોક્સ ઓફિસ પર રીલિઝ થયેલી અન્ય ફિલ્મ્સ પર પણ પડી છે. જ્યાં એક બાજુ વર્ષની શરૂઆતમાં રીલિઝ થયેલી રણવીર સિંહની સિમ્બા સારો દેખવા કરી રહી હતી, તે ધીમી પડી છે. ઉપરાંત હાલમાં જ રીલિઝ થયેલી Why Cheat Indiaને પણ વધુ દર્શકો મળ્યા નથી. સાથે જ ગોવિંદાની રંગીલા રાજા અને અરશદ વારસીની ફ્રોડ સૈય્યા પર પણ ખરાબ અસર પડી છે.
નવી ફિલ્મ્સ માટે પણ ચેલેન્જ
જેવી રીતે ઉરી સતત પર્ફોર્મન્સ કરી રહી છે એ જોતાં તે આગામી સપ્તાહે રીલિઝ થનારી ફિલ્મ્સ માટે પણ ચેલેન્જ સાબિત થઇ શકે છે. નવાઝુદ્દીન સિદ્દીકીની ઠાકરે અને કંગના રાનોટની મણિકર્ણિકાને વિક્કી કૌશલની ઉરી ટક્કર આપી શકે છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર