વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી' સુપરહિટ, 5 દિવસમાં 50 કરોડને પાર

News18 Gujarati
Updated: January 16, 2019, 3:05 PM IST
વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી' સુપરહિટ, 5 દિવસમાં 50 કરોડને પાર
વિક્કી કૌશલ અને યામી ગૌતમની ફિલ્મ 'ઉરી' બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે

વિક્કી કૌશલ અને યામી ગૌતમની ફિલ્મ 'ઉરી' બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: વિક્કી કૌશલ અને યામી ગૌતમની ફિલ્મ 'ઉરી' બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. ફિલ્મે 5 દિવસમાં 55 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મની સાથે બોક્સ ઓફિસ પર 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પણ રીલિઝ થઇ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી નથી.

'ઉરી'એ રીલિઝના પહેલા દિવસે શુક્રવારે 8.25 કરોડ, શનિવારે 12.25 કરોડ, રવિવારે 15.10 કરોડ, સોમવારે 10.51 કરોડ અને મંગળારે 9.57 કરોડની કમાી કરી હતી. આ સાથે ફિલ્મે 50 કરોડો આંકડો પાર કરી પાંચ દિવસમાં કુલ 55.81 કરોડની કમાણી કરી છે.

આ પણ વાંચો, ફિલ્મ ઉરીનું સ્ક્રિનિંગ: સ્ટાર્સે નિહાળી વિક્કી કૌશલની ફિલ્મ, તસવીરોમાં જુઓ રિએક્શન

બીજી બાજુ, 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'એ 4 દિવસમાં માત્ર 14 કરોડની જ કમાણી કરી હતી. આ ફિલ્મ સંજય બારુના પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર આધારિત છે. જેમાં અનુપમ ખેર, મનમોહન સિંહના પાત્રમાં છે.

વિક્કી કૌશલે તેની ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કર્યું હતું, જેનો લાભ ફિલ્મને મળી રહ્યો છે. 25 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ભારતમાં કુલ 800 સ્ક્રીન્સ પર રીલિઝ થઇ હતી. ફિલ્મમાં કેટલાક એક્શન સીન્સ દર્શકોને ખૂબ પસંદ પડ્યા છે.
First published: January 16, 2019, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading