Home /News /entertainment /Tu Jhoothi Main Makkaar Trailer: રણબીર-શ્રદ્ધા વચ્ચે ગજબની કેમેસ્ટ્રી, ટ્રેલરમાં જ કરી લીધી આટલી બધી Kiss
Tu Jhoothi Main Makkaar Trailer: રણબીર-શ્રદ્ધા વચ્ચે ગજબની કેમેસ્ટ્રી, ટ્રેલરમાં જ કરી લીધી આટલી બધી Kiss
Photo: @shraddhakapoor Instagram
Tu Jhoothi Main Makkaar Trailer: લવ રંજનની ફિલ્મ 'તૂ જૂઠી મે મક્કાર'નું ટ્રેલર સામે આવી ગયું છે. ફન અને લવ એલિમેંટ વાળી આ ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂર (Ranbir Kapoor) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)નો હટકે અંદાજ જોવા મળી રહ્યો છે.
વર્ષ 2023ની શરૂઆત ફિલ્મ 'પઠાણ' (Pathaan) થી થઈ રહી છે. ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક નવા કપલ્સ પણ આ વર્ષે ફિલ્મી પડદે જોવા મળશે. આવી જ એક જોડી રણબીર કપૂર (Ranbir Kapoor) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) છે.
આ બંને આ વર્ષે ફિલ્મ 'તુ ઝુઠી મેં મક્કાર' (Tu Jhoothi Main Makkaar Film Trailer)માં જોવા મળશે. આ લવ ડ્રામાનું ટ્રેલર આજે રિલીઝ થયું હતું. લવ રંજન (Luv Ranjan)ની આ ફિલ્મમાં બંને કલાકારો પ્રેમ અને કોમેડીનો તડકો લગાવતા નજરે પડે છે.
ફિલ્મનું ટ્રેલર જોઇને જ કહી શકાય છે કે ફિલ્મ ફૂલઓન મસ્તીથી ભરપૂર હશે. રણબીર અને શ્રદ્ધાની જોડી પણ કમાલ લાગી રહી છે. બંનેની મસ્તીભરી સ્ટાઈલ બતાવી રહી છે કે ફિલ્મમાં દર્શકોને ખૂબ જ મજા આવશે. સાથે જ ફિલ્મમાં એક સરપ્રાઈઝ એલિમેન્ટ પણ છે અને તે છે બોની કપૂર. ફિલ્મ નિર્માતા બોની આ ફિલ્મ દ્વારા પહેલીવાર અભિનય ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યા છે.
બાળપણથી રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ છે. આ પહેલીવાર છે જ્યારે બંને સ્ક્રીન પર સાથે જોવા મળશે. જો કે આ બંને કલાકારો બાળપણથી જ એકબીજાને ઓળખે છે. બંને વચ્ચે સારું બોન્ડિંગ છે, જે ટ્રેલરમાં પણ જોવા મળે છે. પિતા ઋષિ અને શક્તિ કપૂર બંને પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. અને તેથી જ ફેન્સ માટે પણ આ સ્ટાર કિડ્સને એક સાથે જોવાનું કંઇક અલગ જ રોમાંચિત રહેશે.
આ કલાકારે ખેંચ્યું દર્શકોનું ધ્યાન
ટ્રેલરમાં દર્શકોનું ધ્યાન સ્ટેન્ડ અપ કિંગ અનુભવ સિંહ બસ્સી પર ગયું હતું. જે આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યા છે. ટ્રેલરમાં પણ બસ્સીના ફની વન લાઇનર્સ સૌનું ખૂબ જ મનોરંજન કરી રહ્યા છે. આ ટ્રેલરમાં પ્રીતમ, અમિતાભ ભટ્ટાચાર્ય અને અરિજિત સિંહના ગીતના જાદુની સાથે ફિલ્મના શાનદાર સંગીતની પણ ઝલક જોઇ શકાય છે.
રાહુલ મોદી અને લવ રંજને આ ફિલ્મ લખી છે. આ પહેલા લવ 'પ્યાર કા પંચનામા' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફિલ્મો લઈને આવી ચુક્યા છે. તેથી દર્શકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 8 માર્ચે રિલીઝ થશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર