Total Dhamaal: 'મુંગડા' ગીત રીલિઝ, સોનાક્ષીના ઠુમકા કરશે ઘાયલ

News18 Gujarati
Updated: February 5, 2019, 12:46 PM IST
Total Dhamaal: 'મુંગડા' ગીત રીલિઝ, સોનાક્ષીના ઠુમકા કરશે ઘાયલ
ફિલ્મનું એક ગીત મુંગડા રીલિઝ કરવામાં આવ્યું છે

ઇન્દર કુમારની ફિલ્મ 'ટોટલ ધમાલ'નું ગીત 'મુંગડા' લોકોને પસંદ પડી રહ્યું છે, ગીતમાં સોનાક્ષી સિંહા હોટ અંદાજમાં જોવા મળી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: અજય દેવગણની આગામી ફિલ્મ 'ટોટલ ધમાલ' સતત ચર્ચામાં છે. આવામાં ફિલ્મનું એક ગીત 'મુંગડા' રીલિઝ કરવામાં આવ્યું છે. ગીતમાં અજય દેવગણ સાથે સોનાક્ષી સિંહા જોવા મળી રહી છે.

ઇન્દર કુમારની ફિલ્મ 'ટોટલ ધમાલ'નું ગીત 'મુંગડા' લોકોને પસંદ પડી રહ્યું છે. ગીતમાં સોનાક્ષી સિંહા હોટ અંદાજમાં જોવા મળી છે. આ ગીત ગૌરવ-રોશિને કમ્પોઝ કર્યું છે, જ્યારે આદિલ શેખે કોરિયોગ્રાફ કર્યું છે. ગીત કુંવર જુનેઝાએ લખ્યું છે અને જ્યોતિકા ટંગરી, શાન અને સુબ્રો ગાંગુલીએ ગાયું છે. આ ગીતના રેપ ગૌરવ દાસગુપ્તાએ લખ્યા છે. ગીતમાં અજય દેવગણ સોનાક્ષી સાથે ડાન્સ કરતો જોવા મળે છે.


આ પણ વાંચો: અભિષેક બચ્ચનનાં જન્મદિનને ઐશ્વર્યાએ બનાવ્યો ખાસ, શેર કરી તસવીરો

ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, અરશદ વારસી, બોમન ઇરાની અને સંજય મિશ્રા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સોનાક્ષી સિંહે ગેસ્ટ અપિયરન્સમાં નજરે પડશે.
First published: February 5, 2019, 12:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading