Home /News /entertainment /

Badhaai Ho Movie Review: પૂરી ફિલ્મમાં પેટ પકડીને હસશો, વિચારશો અને તાળી પાડશો

Badhaai Ho Movie Review: પૂરી ફિલ્મમાં પેટ પકડીને હસશો, વિચારશો અને તાળી પાડશો

ફિલ્મના ડાયરેક્ટર અમિત શર્માએ પોતાના કલાકારોને સ્ક્રિપ્ટની સાથે કોઈ પણ ફેરબદલ કરવાની છૂટ આપી હતી. તેની અસર એવી રહી કે, દાદીએ પણ જબરદસ્ત કોમેડી કરી છે.

ફિલ્મના ડાયરેક્ટર અમિત શર્માએ પોતાના કલાકારોને સ્ક્રિપ્ટની સાથે કોઈ પણ ફેરબદલ કરવાની છૂટ આપી હતી. તેની અસર એવી રહી કે, દાદીએ પણ જબરદસ્ત કોમેડી કરી છે.

  એ કહેવું ખોટુ નથી કે કોમેડી ફિલ્મને રીતે બનાવવી કોઈ સરળ કામ નથી, અને તે સારી રીતે બની જાય છે, તો તેની અસર લાંબા સમય સુધી છોડી જાય છે. 'બધાઈ હો' ફિલ્મ પણ કઈંક એવી જ ફિલ્મ છે. આ ફિલ્મ ક્યારે ખુબ મજાકિયા તો, ક્યારેક થોડી બેવકૂફી ભરેલી લાગશે. પરંતુ પૂરો સમય તમારા ચહેરા પરથી હંસવાનું ગાયબ નહી થવા દે.

  જવાન બાળકનો બાપ જીતેન્દ્ર કોશિક ( ગજરાજ રાવ)ને જ્યારે ખબર પડે છે કે, તેની પત્ની (નીના ગુપ્તા) પ્રેગનેન્ટ છે તો તે પરેશાન થઈ જાય છે. સોસાયટી-સમાજમાં પોતાની ઈમેજ પર ઉભા થનારા પ્રશ્નોના ડરથી તે પત્નીને અબોર્શન કરાવવાની સલાહ આપે છે. પત્ની તેના માટે રાજી નથી થતી. તેનું કહેવું છે કે આ થોડુ પાપ છે. ત્યારબાદ બંને નિર્ણય લે છે કે તે આ બાળકને દુનિયામાં લાવશે. ટુંક સમયમાં મમ્મી-પપ્પાના આ નિર્ણયની પરિવારને ખબર પડી જાય છે.

  હવે ખબર પડે છે તો મોટો દીકરો નકુલ (આયુષ્યમાન ખુરાના) ઓફિસમાં પોતાની ગર્લફ્રેન્ડ રીની (સાન્યા મલ્હોત્રા)ને ઈગ્નોર કરવા લાગે છે. તે શરમના કારણે પોતાના મિત્રો સાથે ફરવાનું બંધ કરી દે છે. તે સમજી નથી શકતો કે આ સિચ્યુએશનને કેવી રીતે સંભાળવી. કઈંક આવી જ હાલત દાદી (સુરેખા સીકરી)ની પણ છે. દાદી આનો તમામ દોષ વહુ (નીની ગુપ્તા) પર લગાવી રહી છે. તેમનું માનવું છે કે, આના પછળનું કારણ તેની વહુનું ટીપ-ટોપ રહેવાની આદત છે. પૂરા સીનમાં ઉથલ પાથલ ત્યારે થાય છે, જ્યારે આ સમાચાર સંબંધીઓ સુધી પહોંચે છે.

  ફિલ્મના ડાયરેક્ટર અમિત શર્માએ પોતાના કલાકારોને સ્ક્રિપ્ટની સાથે કોઈ પણ ફેરબદલ કરવાની છૂટ આપી હતી. તેની અસર એવી રહી કે, દાદીએ પણ જબરદસ્ત કોમેડી કરી છે. એ સીન જ્યાં તે કહે છે કે, 'સરકાર કી નોકરી કરે હૈ, સરકાર કી બાત હી ના સુની', 'હમ દો હમારે દો' કમાલ છે.

  ગજરાજ રાવ અને નીના ગુપ્તા પૂરી ફિલ્મમાં છવાયેલા છે. જ્યારે દાદી 'આઈસિંગ ઓન ધ કેક' છે. નીના ગુપ્તાએ પોતાના અભિનયને પર્દા પર એવી રીતે ઉતાર્યો છે, તેના પરથી લોકોની નજર જ ના હટે. આયુષ્યમાન ખુરાના એકવાર ફરી આયુષ્યમાન ખુરાનાના રોલમાં જ જોવા મળ્યો છે. આ વાતનો મતલબ તો તમે સમજી જ ગયા હશો. તમને તેનામાં કોઈ ખાસ નવી વાત નહી જોવા મળે. તે એજ લાઈન પર ચાલી રહ્યો છે. તેમમે અભિનય મસ્ત કર્યો છે, પરંતુ કઈં એવું નથી કરી શક્યા કે અન્યથી કઈંક અલગ તરી આવે.

  સાન્યા મલ્હોત્રાએ રીનિનો અભિનય મસ્ત રજૂ કર્યો છે. એક અલગ અંદાજમાં જોવા મળી રહેલી સાન્યાને પર્દા પર જોવામાં સારૂ લાગે છે. કુલમળીને બધાઈ હો એક સ્માર્ટ અને સારી રીતે વિચારીને બનાવવામાં આવેલી ફિલ્મ છે. કેટલીક જગ્યા પર ડ્રામા થોડો વધારે જોવા મળે છે, પરંતુ આ એક એન્ટરટેનિંગ ફિલ્મ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Gajraj Rao, Movie, Movie Review, Neena Gupta

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन