Hungama 2 Review : ફિલ્મ બનાવવાની ફેક્ટરી પ્રિયદર્શનનું એક ખરાબ પ્રોડક્શન છે 'Hungama 2'

Hungama 2 Review

આ વખતે પણ તેમની 1994માં રિલીઝ મલયાલમાં ફિલ્મ મીનારમની રિમેક હંગામા 2 બનાવી છે, જે એક અસફળ પ્રયાસ સાબિત થયો છે.

  • Share this:
Bollywood : દર વર્ષે 2-4 ફિલ્મો તો એવી આવી જ જાય છે, જેમાં દર્શકો ભારોભાર કંટાળો અનુભવે છે. આ વર્ષે આ લીસ્ટમાં નિર્દેશક પ્રયદર્શનની હાલમાં જ ડીઝની+ હોટસ્ટાર પર રિલીઝ થયેલ હંગામાં 2 (Hungama 2) સામેલ થઇ ગઇ છે. મૂળ મલયાલમ ફિલ્મો બનાવનાર પ્રિયદર્શન લગભગ 40 વર્ષથી ફિલ્મો બનાવી રહ્યા છે. તેમની મલયાલમ ફિલ્મોની રીમેક અલગ-અલગ ભાષાઓમાં બનતી રહે છે, જેમાંથી અમુક તો તેઓ જ ડાયરેક્ટ કરે છે. આ વખતે પણ તેમની 1994માં રિલીઝ મલયાલમાં ફિલ્મ મીનારમની રિમેક હંગામા 2 (Hungama 2) બનાવી છે, જે એક અસફળ પ્રયાસ સાબિત થયો છે. પ્રિદર્શને 2003માં રિલીઝ ફિલ્મ હંગામા સીરિઝને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ 75થી વધુ ફિલ્મ નિર્દેશિત કરનાર પ્રિયદર્શન ફિલ્મની ફેક્ટરીમાં આ વખતે એક ખરાબ પ્રોડક્ટ બની છે.

શિલ્પા શેટ્ટી કુંદ્રાએ 14 વર્ષ પછી સિનેમા જગતમાં ડેબ્યૂ કર્યુ છે, તેમની છેલ્લી ફિલ્મ અપને હતી. પરંતુ તેમની સ્કીનથી તેની ઉંમરનો અંદાજ સાચે જ લગાવી શકાતો નથી. હંગામા 2 (Hungama 2)માં પ્રિયદર્શન પણ હિન્દી ફિલ્મ તરફ 8 વર્ષ બાદ પરત આવ્યા ફર્યા છે. તેમણે છેલ્લી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી રંગરેઝ, જે બિલકુલ નહોતી ચાલી. હંગામા 2નો મિજાજ કોમેડી અને રોમાંસની વચ્ચે ક્યાંક રહેલો જોવા મળે છે અને દુ:ખની વાત એ છે કે તે ત્યાંથી આગળ વધતો જ નથી. લાંબા સમય સુધી દર્શકોને 2003 વાળી અક્ષય ખન્ના-આફતાબ શિવદાસાની, રિમી સેન, પરેશ રાવલ વાળી હંગામાની સિક્વલની રાહ હતી. પરંતુ આ કહાની એકદમ અલગ છે. હંગામાની સ્ટોરી જેટલી સરળ હતી, આ હંગામા 2ની સ્ટોરી એટલી જ કોમ્પ્લિકેટેડ બનાવી છે.

આ પણ વાંચોOMG : 10 વર્ષથી કચરો વીણી ઘરને બનાવી દીધુ કબાડખાનું, વૃદ્ધ દંપતીના પુત્ર પ્રેમની દુ:ખદ કહાની!

ફિલ્મમાં વાણી(પ્રણિતા સુભાષ) અચાનક આકાશ(મીઝાન ઝાફરી)ની ઘરે એક બાળક સાથે આવે છે અને આકાશને તેના બાળકનો પિતા કહે છે. આકાશ અને વાણી સાથે ભણતા હતા અને બંને નજીક આવ્યા હતા. જોકે આકાશ સિરિયસ હતો પરંતુ વાણી નહીં. પોતાના પિતા(આશુતોષ રાણા)ની સામે ખરાબ રીતે ફસાયેલ આકાશ પોતાની બહેન શિલ્પા શેટ્ટી, તેનો પતિ પરેશ રાવલ અને થનાર સાસરા મનોજ જોશીના ચક્રવ્યૂહમાંથી નિકળીને પોતાને નિર્દોષ સાબિત કરવાની કવાયતમાં લાગી જાય છે. બાકી ફિલ્મમાં અમુક એવી સ્થિતિઓની વાર્તા છે, જે હવે ફિલ્મોમાં જોવા મળતી નથી. ઘણીવાર એમ લાગે છે કે પેકિંગ નવું છે અને સામાન જૂનો. વાર્તા આગળ વધતી નથી અને કન્ફ્યૂઝન વધારે છે. ફિલ્મમાં નવા પાત્રો આવતા રહે છે અને હસાવવાના નિરર્થક પ્રયાસો વચ્ચે ફિલ્મ પૂરી થઇ જાય છે. જી હાં, ફિલ્મમાં અક્ષય ખન્નાનો કેમીયો પણ છે અને પ્રિયદર્શને અક્ષયનો પહેલાની ફિલ્મોમાં ખૂબ સારી રીતે યુઝ કર્યો છે, પરંતુ અક્ષયનો રોલ અહીં વ્યર્થ થઇ ગયો.

મીઝાન જાફરીને આ ફિલ્મના કારણે પોતાની ઓળખને લઈને મોટું નુકશાન થઇ શકે છે. જ્યાં સુધી તે પોતાને એક નવા રૂપમાં પ્રસ્તુત નહીં કરે, તેના પર રણબીર કપૂરની નકલ કરવાનો દાગ લાગી જશે. મીઝાન ન તો રણબીર કપૂર જેવો અભિનય કરી શક્યો છે અને ન તો પિતા જાવેદ જાફરીની જેમ ડાન્સ કરી શક્યો છે. તેના કરતા તો તેણે પોતાની ડેબ્યૂ ફિલ્મ મલાલમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. શિલ્પા શેટ્ટીને હવે મોટી બહેનના રૂપમાં જોવાના દિવસો આવી ગયા છે. પરંતુ તેને સેક્સી બતાવવાનો મોહ કેવી રીતે ઉતરી શકે. પરેશ રાવલ સાથે તેની તાલમેલ વગરની જોડી પાછળ તે માતા ન બની શકવાની સ્ટોરી લાઇન પર નાંખવામાં આવી છે. પરંતુ તે 'ચૂરા કે દિલ મેરા' કે 'હંગામા' સોન્ગ પર ડાન્સ કરવાનું ચૂકતી નથી. એક્ટિંગ સાથે શિલ્પા શેટ્ટીનું કંઇ લેવાદેવા નથી, પરંતુ તેની ભૂમિકા કોઈપણ એક્ટ્રેસ નિભાવતી તો કંઈ જ ફેર પડે તેમ નથી. તેમજ પરેશ રાવલ પણ લગભગ વ્યર્થ સાબિત થયા છે, પહેલી હંગામાના રોલ કરતા તેઓ 5-7 ટકા જ રોલ નિભાવી શક્યા છે. પાર્ટ ટાઇમ વકીલ અને ફુલ ટાઇમ પત્ની પર શંકા કરનારના રોલમાં પરેશ રાવલ અચાનક જ સ્નાઇપર રાઇફલથી નિશાન સાધવા લાગે છે.

આ પણ વાંચોDon રવિ પુજારીની In side Story: પુત્રીને સાયકોલોજીસ્ટ બનાવી, 11 ભાષા જાણતો, ડોનગીરી કરવા ફ્રેન્ચાઈઝી પણ આપતો

ટીકૂ તલસાણીયા, મનોજ જોશી, રાજપાલ યાદવના પાત્રો વ્યવસ્થિત રીતે લખવામાં આવ્યા નથી. તેથી તેમની પાસે કરવા માટે કંઈ જ ન હતું. ત્રણેય પ્રભાવશાળી છે અને ત્રણેયના પાત્રોને વેડફી નાંખવામાં આવ્યા છે. કોમેડીના નામે ટીકૂ એક મોટા વાસણમાં માથુ ફસાવી લે છે અને પરેશ રાવલ તેને કાઢે છે. લાગણીઓના નામે પ્રણિતાની નાની દિકરી બીજા બાળકોની મજાકના કારણે સળગતા ફટાકડાથી ઘાયલ થઇ જાય છે. થોડી જ ક્ષણોમાં ડોક્ટર ગભરાવાની કોઈ વાત ન હોવાનું કહે છે અને પ્રણિતા ઘરના બાળકોનું દિલ જીતી લે છે. ફિલ્મમાં મીઝાનના મોટાભાઇ તરીકે રમન ત્રિખાનું મહામૂર્ખ પ્રકારનું પાત્ર પણ છે. રમન જ્યારે યુવાન હતો, ત્યારે તેની ટેલિવિઝન પર ફેન ફોલોવિંગ હતી, હવે તેને જોઇને દયા આવે છે. ફિલ્મમાં બે ચાર ઘટનાઓ બીજી પણ ચાલતી રહે છે, જેને મૂળ કહાનીની બિરયાનીમાં કોથમીરની જેમ નાંખવામાં આવી છે. ન તો સ્વાદમાં કોઈ વધારો થયો અને ન તો તેની સુંદરતા વધી. ફિલ્મમાં આશુતોષ રાણાના કારણે થોડી વાત જામે છે. પરંતુ તેનો રોલ પણ સરખી રીતે ડિઝાઇન કરાયો નથી અને તે એકલા ફિલ્મ ચલાવવા માટે જવાબદાર પણ નથી. ફિલ્મમાં પ્રણિતા સુભાષનો રોલ પણ વ્યવસ્થિત લખવામાં આવ્યો નથી અને તેના કાચા અભિનયથી રોલ વધુ અજીબ બની જાય છે.

ફિલ્મનું સંગીત અનુ મલિકે આપ્યું છે. જે તેમના સૌથી ખરાબ કામમાંથી એક બન્યું છે. અનુ મલિકના ચાહકો તેમના આ કામથી નિરાશ થશે. 'ચુરા કે દિલ મેરા'નું પણ રિમેક કરાયું છે. જે તેના ઓરિજનલ વર્ઝનનું મર્ડર કરીને બનાવ્યું હોય તેવું લાગે છે અને 90ના દાયકાના અક્ષય-શિલ્પાના ફેન્સને રોવડાવી રહ્યું છે. બાકી સંગીત તો સામાન્યથી પણ ખરાબ છે.

હેરા-ફેરી, હંગામા, માલામાલ વીકલી ત્યાં સુધી કે દે દના દનના પણ ફેન્સ છે અને જે મલયાલમ ફિલ્મો જુએ છે, તે પ્રિયદર્શનના દિવાના છે. હંગામા 2થી તેમને ખૂબ આશા હતી. ફિલ્મે એટલા નિરાશ કર્યા કે કોઇને પણ આ ફિલ્મ જોવા માટે કહેવું એક નવી દુશ્મની ઊભી કરવા જેવી વાત થશે. તેના કરતા પ્રિયદર્શનની કોઇ જૂની ફિલ્મ ફરી જોઇ લેવી વધુ સારી છે.
First published: