Home /News /entertainment /Tabbar Web Series REVIEW: અભિનયનો માસ્ટર ક્લાસ છે ‘ટબ્બર’, કલાકારોનું કામ છે ઉમદા

Tabbar Web Series REVIEW: અભિનયનો માસ્ટર ક્લાસ છે ‘ટબ્બર’, કલાકારોનું કામ છે ઉમદા

Tabbar Web Series REVIEW: આ એક એવી વેબ સિરીઝ છે જે સમય અને કાળખંડ પર નિર્ભર નથી, પરંતુ વાર્તા એ રીતે ગૂંથવામાં આવી છે કે અમુક વિચિત્ર ભૂલો છુપાઈ જાય છે.

Tabbar Web Series REVIEW: આ એક એવી વેબ સિરીઝ છે જે સમય અને કાળખંડ પર નિર્ભર નથી, પરંતુ વાર્તા એ રીતે ગૂંથવામાં આવી છે કે અમુક વિચિત્ર ભૂલો છુપાઈ જાય છે.

  પતિ, પત્ની અને બાળકો એટલે પંજાબીમાં ‘ટબ્બર’ (Tabbar). સોની લિવ પર રિલીઝ થયેલી આ 8 એપિસોડની સિરીઝને ઉમદા અભિનયનો માસ્ટર ક્લાસ કહી શકાય. અનુભવી અને અભિનય કળામાં પારંગત અભિનેતાઓથી ભરપૂર આ વેબ સિરીઝમાં પવન મલ્હોત્રા (Pavan Malhotra), સુપ્રિયા પાઠક (Supriya Pathak), રણવીર શૌરી (Ranveer Shauri) સાથે અનુભવી ગગન અરોરા, સાહિલ મહેતા અને પરમવીર ચીમા છે. લેખક હરમન વડાલા અને ડિરેક્ટર અજીત પાલ સિંહની જોડીએ આ સિરીઝ બનાવી છે. આ એક એવી વેબ સિરીઝ છે જે સમય અને કાળખંડ પર નિર્ભર નથી, પરંતુ વાર્તા દ્વારા એકસૂત્રતા એ રીતે બાંધી છે કે અમુક વિચિત્ર ભૂલો પણ ઢંકાઈ જાય છે. સારી વેબ સિરીઝની શ્રેણીમાં સોની લિવની આ સિરીઝ ‘મહારાણી’ જેટલી જ સુંદર છે.

  પંજાબમાં બુદ્ધશાળી ખેડૂતોની મહેનતથી વ્યાવસાયિક ખેતી આગળ વધી રહી છે. વર્ષોના સંઘર્ષ બાદ પંજાબની ખેતીમાં એક સિસ્ટમ બની ગઈ છે. કૃષિની પ્રક્રિયામાં મશીનો અને બિહાર-ઉત્તર પ્રદેશના મજૂરીના કારણે કમાણી થાય છે. થોડી રાજનીતિ, અમુક પાડોશી દેશની ચાલાકી ભરી ચાલ અને અમુક હદ સુધી દાદા દ્વારા જમા કરેલા પૈસા, પંજાબના છોકરાઓને ડ્રગ્સની ગર્તમાં ધકેલી રહ્યું છે. વર્ષો થઈ ગયા છે, પરંતુ આ કિસ્સાઓ હજુ સુધી ચાલી રહ્યા છે. આ નશાની લતના કારણે અપરાધ થાય છે અને હવે મધ્યમ વર્ગના યુવાનો પણ ચરસ, ગાંજા, હીરોઇન, અફિણના આદી થઈ ચૂક્યા છે. ટબ્બર, આ નશાની તસ્કરીના એક કેસના કારણે એક સામાન્ય પરિવાર પર આવનારી મુસીબતોની વાર્તા છે. શું એક સારી જિંદગી જીવવાની લાલસા જ અપરાધ કરવાનું અસલી કારણ હોઈ શકે?

  આ પણ વાંચો: સલમાન ખાન પર બની રહી છે ડોક્યુમેન્ટ્રી-સિરીઝ, superstar બનવા સુધીની જર્ની દેખાડાશે

  ‘ટબ્બર’ એક લાજવાબ સિરીઝ છે. કાયદાનું પાલન કરનાર એક પિતા પોતાના બાળકો, પોતાના પરિવાર માટે કયા હદ સુધી કાયદો તોડવાનું કામ કરી શકે છે? કરિયાણાની દુકાન ચલાવનારો ઓંકાર સિંહ (પવન મલ્હોત્રા), પત્ની સરગુન (સુપ્રિયા પાઠક) અને બે પુત્રો હેપ્પી (ગગન) અને તેગી (સાહિલ મહેતા) સાથે અભાવમાં પણ જિંદગી ચલાવવાનો પ્રયત્ન કરે છે. ટ્રેનમાં બેગ બદલાઈ જવાના કારણે સ્થાનિક નેતા અજીત સોઢી (રણવીર શૌરી)નો નાનો ભાઈ મહીપ સોઢી (રચિત બહેલ) તેના ઘરે આવી જાય છે અને તે માથાકૂટમાં મહીપને ગોળી લાગી જાય છે અને તે મરી જાય છે. તેના પછી વાર્તામાં ઓંકાર પોતાની જાતને બચાવવા એક પછી એક અપરાધ કરતો રહે છે.

  અભિનેતા હરમન વડાલાએ જલંધર (પંજાબ)ના સામાજિક તાણાવાણાને ધ્યાનમાં રાખીને એક ડાર્ક વાર્તા રચી છે. તેમણે પોતાના મિત્ર સંદીપ જૈન અને એક રહસ્યમય શ્રીમાન રૉયની મદદથી તેમણે આ પટકથાનો આકાર આપ્યો છે. સિરીઝનો દરેક સીન ધ્યાનથી સર્જવામાં આવ્યો છે. એક પળ માટે પણ દર્શકોનું ધ્યાન હટે તેવું નથી થતું.

  આ પણ વાંચો: અનુપમાના દીકરા ‘સમર’ સાથે થયો ફ્રોડ, ઓર્ડર કર્યા ઈયરફોન અને બોક્સમાં મળ્યું આ...

  પવન મલ્હોત્રાએ ગત વર્ષોમાં એટલા બધા સરદારના પાત્ર ભજવ્યા છે કે હવે વિશ્વાસ નથી આવતો કે તેઓ સરદાર નથી. પવન એક એવા અભિનેતા કે તેમને જોવા એક એક્ટિંગ સ્કૂલમાં ભાગ લેવો જેવું છે. ‘બ્લેક ફ્રાઇડે’માં તેઓ ટાઇગર મેમણના પાત્રમાં હતા. તે પાત્ર પણ તેમણે બખૂબી ભજવ્યું હતું. પવનની પત્નીના પાત્રમાં સુપ્રિયા પાઠક છે. તેઓ ક્યારેક ખિચડીની હંસા બને છે તો ક્યારેક રામલીલાની ખૂંખાર ધનકોર બા. રણવીર શૌરીનું પાત્ર નાનું છે, પણ તે આંખોથી કમાલ કરે છે. એક સારા અને પ્રમાણિક ઇન્સ્પેક્ટર લકીના પાત્રમાં પરમવીર સિંહ ચીમાએ પ્રભાવિત કર્યા છે.

  સ્ક્રીપ્ટમાં અમુક ખામીઓ છે. અમુક પાત્ર ફાલતૂ પણ છે. તેમ છતાં દરેક પાત્ર માટે જે કલાકારો પસંદ કરવામાં આવ્યા છે તે દમદાર છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ કર્યું છે. જેઓ પોતાના કામમાં કાબેલ છે. સિરીઝનો અંત માર્મિક છે.
  ટબ્બર એકસાથે 5 કલાક જોવી કદાચ શક્ય ન થાય, પરંતુ તેને ટુકડામાં જોઈ શકાય. દરેક એપિસોડમાં એક નવા પ્રકારનો તણાવ, એક નવો રોમાંચ અને એક નવી થ્રિલ છે. હૉટસ્ટાર પર આવેલી ગ્રહણની તર્જ પર સોની લિવની ટબ્બર, સરદારોના ઘરની વાર્તા છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Review, Sony, Web Series

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन