Home /News /entertainment /રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસ પર બનશે ફિલ્મ, અમિતાભ બચ્ચને નિઃશુલ્ક આપશે પોતાનો અવાજ

રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસ પર બનશે ફિલ્મ, અમિતાભ બચ્ચને નિઃશુલ્ક આપશે પોતાનો અવાજ

રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસ પર બનશે ફિલ્મ

રામ મંદિર નિર્માણ પર બનશે ફિલ્મ. આ ફિલ્મમાં 500 વર્ષના રામમંદિરના ઈતિહાસને દર્શાવવામાં આવશે, ફિલ્મની સ્ટોરી પ્રસૂન જોશી દ્વારા લખવામાં આવશે.

નવી દિલ્હીઃ અયોધ્યામાં વર્ષ 2023 સુધી રામ મંદિર બનીને તૈયાર થઈ જશે. આ દરમિયાન હવે રામ મંદિરના ઈતિહાસમાં તેને લઈને કરવામાં આવેલા સંઘર્ષોને બતાવવા માટે એક ફિલ્મ બનાવવાનું એલાન કરવામાં આવ્યુ છે. દૂરદર્શન પર આ ફિલ્મને બતાવવામાં આવશે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપવાના છે. તેને લઈને રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસ દરમિયાન થયેલી બેઠકમાં આ ચર્ચા કરવામાં આવી છે.

પ્રખ્યાત લેખક પ્રસૂન જોશી લખશે ફિલ્મની સ્ટોરી


રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસમાં લોકો સુધી પહોંચાડવાની સ્ટોરી લખવાની જવાબદારી પ્રખ્યાત લેખક અને ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂનને આપવામાં આવી છે. તેની સાથે 6 સભ્યોની એક ટીમ પણ કામ કરી રહી છે. મંદિર નિર્માણ સમિતિ અને શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ફિલ્મ બનાવવાને લઈને પોતાની મંજૂરી આપી દીધી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપશે. જોકે, પ્રસૂન જોશી અને અમિતાભ બચ્ચન ફિલ્મ માટે કોઈ ફી નથી લેવાના.

આ પણ વાંચોઃ ફક્ત 5 ફિલ્મો બનાવીને આ ફિલ્મમેકર બની ગયા કરોડપતિ, ઝીરો ફ્લોપ ફિલ્મનો રેકોર્ડ!

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સેક્રેટરી સચ્ચિદાનંદ જોશી આ ફિલ્મ દરમિયાન કોઑડિશનનું કામ કરશે. ચાણક્યનું નિર્માણ કરનારા ચંદ્ર પ્કાશ દ્વિવેદી અને અયોધ્યા રાજ પરિવારના પ્રખ્યાત સાહિત્યકાર યતીંદ્ર મિશ્રા પણ ફિલ્મ બનાવવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ સિદ્ધાર્થને યાદ કરી ઈમોશનલ થઈ શહેનાઝ, એવોર્ડ ડેડિકેટ કરીને SidNaaz ના ખોલ્યા આ રાઝ

શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શું કહ્યુ?


શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપચ રાયે દૈનિક ભાસ્કર સાથે વાત કરતા કહ્યુ હતું કે, રામ મંદિર આંદોલનને લઈને બનાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં મંદિરના 500 વર્ષના ઈતિહાસને જોવામાં આવશે. તેમાં મંદિર નિર્માણને પણ બતાવવામાં આવશે. તેમણે જણાવ્યુ કે મંદિર નિર્માણની દરેક પ્રકારે વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.

તેમનું કહેવું છે કે આ ફિલ્મ દ્વારા મંદિર નિર્માણના ઈતિહાસને નવયુવા સુધી પહોંચાડવામાં આવશે.
First published:

Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, અયોધ્યા રામ મંદિર, રામ મંદિર