'ઠાકરે'-'મણિકર્ણિકા' વચ્ચે જંગ, જાણો કેટલા કરોડની કરી કમાણી

News18 Gujarati
Updated: January 28, 2019, 4:15 PM IST
'ઠાકરે'-'મણિકર્ણિકા' વચ્ચે જંગ, જાણો કેટલા કરોડની કરી કમાણી
બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકા' આગળ છે

બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકા' આગળ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આ શુક્રવારે બોક્સ ઓફિસ પર કંગના રાનોટની ફિલ્મ 'મણિકર્ણિકા' અને નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'ઠાકરે' રીલિઝ થઇ હતી. જોકે, બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકા' આગળ છે. પહેલાં વીકેન્ડમાં કમાણીની બાબતે ફિલ્મ 'ઠાકરે' પાછળ રહી છે.

તરણ આદર્શે કરેલી ટ્વિટ પ્રમાણે, 'મણિકર્ણિકા'એ હિંદી, તમિલ અને તેલુગુમાં 42.55 કરોડ રૂપિયાની કમાણી કરી છએ. ફિલ્મે શુક્રવારે 8.75 કરોડ, શનિવારે 18.10 કરોડ અને રવિવારે 15.70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


બીજી બાજુ, ફિલ્મ 'ઠાકરે' નવાઝુદ્દીન સિદ્દીકીના કરિયરની બેસ્ટ ફિલ્મ કહેવાઇ રહી છે, પરંતુ બોક્સ ઓફિસ પર તેની શરૂઆત ધીમી રહી. શુક્રવારે ફિલ્મે 6 કરોડ રૂપિયા, શનિવારે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે રવિવારે 6.90 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે ફર્સ્ટ વીકમાં કુલ 22.90 કરોડની કમાણી કરી છે.
First published: January 28, 2019, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading