Home /News /entertainment /

'એવેન્જર્સ એન્ડગેમ'ની ભારતમાં ધમાકેદાર કમાણી, બે દિવસમાં 100 કરોડને પાર

'એવેન્જર્સ એન્ડગેમ'ની ભારતમાં ધમાકેદાર કમાણી, બે દિવસમાં 100 કરોડને પાર

'એવેન્જર્સ એન્ડગેમ'ની ભારતમાં ધમાકેદાર કમાણી

ભારતમાં હોલિવૂડ ફિલ્મ્સની કમાણી મામલે માર્વલ સ્ટૂડિયોની નવી ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમે ઇતિહાસ રચ્યો છે

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભારતમાં હોલિવૂડ ફિલ્મ્સની કમાણી મામલે માર્વલ સ્ટૂડિયોની નવી ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમે ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે રીલિઝના પહેલાં બે દિવસમાં જ સો કરોડનો આંકડો પાર કરી દીધો છે. ભારતમાં પહેલાં દિવસની કમાણીનો રેકોર્ડ 'બાહુબલી 2'ના નામે છે. તેણે હિંદી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રીલિઝના પહેલાં દિવસે 121 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    'બાહુબલી 2'ની 6500 સ્ક્રીન્સ સામે 'એવેન્જર્સ એન્ડગેમ' માત્ર 2845 સ્ક્રીન્સમાં રીલિઝ થઇ છે. આ ફિલ્મે પહેલાં દિવસે 63.21 કરોડ, જ્યારે શનિવારે 61.19 કરોડની કમાણી કરી હતી. એટલે કે 'એવેન્જર્સ એન્ડગેમ'એ બે દિવસમાં કુલ 124.40 કરોડની કમાણી કરી છે.

    'એવેન્જર્સ એન્ડગેમ'નું કલેક્શન રવિવારે વધે તેવી સંભાવના છે. આ સીરિઝની પાછલી ફિલ્મ એવેન્જર્સ ઇનફિનિટી વોરે ભારતમાં બસો કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી હતી. ટ્રેડનું અનુમાન છે કે, એવેન્જર્સ એન્ડગેમ ભારતમાં આનાથી ડબલ કમાણી કરી શકે છે.

    3મેના રોજ બોક્સ ઓફિસ પર હિંદીમાં માત્ર સેટર્સ અને બ્લેંક જેવી મીડિયમ બજેટ ફિલ્મ્સ રીલિઝ થવાની છે. આ ફિલ્મ્સની સ્ક્રીન્સ પણ વધારે નથી. આવામાં ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમને બીજા વીકમાં ભારતમાં વધુ સ્ક્રીન્સ મળશે.

    આ પણ વાંચો: શ્રૃતિ હાસનનું થયુ બ્રેકઅપ, BFએ ટ્વિટર પર લખ્યો આવો મેસેજ

    હિંદી ફિલ્મ્સના આંકડાની વાત કરીએ તો, સલમાન ખાનની 2015માં આવેલી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોની ઓપનિંગ 39.32 કરોડ રહી હતી. જ્યારે બીજા નંબર પર પણ સલમાનની ફિલ્મ સુલતાન રહી, જેનું ઓપનિંગ ડે કલેક્શન 36.59 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે શાહરૂખ ખાનની ફિલ્મ હેપી ન્યૂ યર 36.31 લાખ રૂપિયાની ઓપનિંગ સાથે નંબર ત્રણ પર છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 100 crores, Box Office, Collection, Film avengers endgame

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन