અભિનેતા અને રંગકર્મી શ્રીરામ લાગૂનું 92 વર્ષની ઉંમરે નિધન

News18 Gujarati
Updated: December 18, 2019, 8:22 AM IST
અભિનેતા અને રંગકર્મી શ્રીરામ લાગૂનું 92 વર્ષની ઉંમરે નિધન
શ્રીરામ લાગૂનું પુણેમાં નિધન, મરાઠી નાટક 'નટસમ્રાટ'માં અપ્પાસાહેબ બેલવલકરની યાદગાર ભૂમિકા નિભાવી હતી

શ્રીરામ લાગૂનું પુણેમાં નિધન, મરાઠી નાટક 'નટસમ્રાટ'માં અપ્પાસાહેબ બેલવલકરની યાદગાર ભૂમિકા નિભાવી હતી

  • Share this:
પુણે : દેશના જાણીતા અભિનેતા (Actor) અને રંગકર્મી શ્રીરામ લાગૂ (Shriram Lagoo)નું 92 વર્ષની ઉંમરે પુણેમાં નિધન થયું છે. ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. લાગૂ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.

શ્રીરામ લાગૂ મરાઠી થિએટરના ખૂબ જ જાણીતા કલાકાર હતા અને તેઓ વ્યવસાયે ડૉક્ટર હતા. લાગૂએ પોતાની કારકિર્દીમાં લગભગ 100થી વધુ હિન્દી અને 40થી વધુ મરાઠી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેઓએ આહટ : એક અજીબ કહાની, પિંજરા, મેરે સાથ ચલ, સામના, દૌલત જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. વર્ષ 1978માં ફિલ્મ ઘરૌંદા માટે ડૉ. લાગૂને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાને ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યો છે.

મરાઠી થિએટરમાં માઇલસ્ટોન સમાન નાટક નટસમ્રાટમાં શ્રીરામ લાગૂએ જોરદાર અભિનય કર્યો હતો. આ નાટકને પ્રસિદ્ધ લેખક કુસુમાગ્રએ લખ્યું હતું. શ્રીરામ લાગૂના આ નાટકમાં અભિનયને આજે પણ વખાણવામાં આવે છે. કારણ કે તેમાં લાગૂએ અપ્પાસાહેબ બેલવલકરની ભૂમિકા નિભાવી હતી. નાટકમાં લાગૂની ભૂમિકાને જોયા બાદ લોકોએ તેમને નટસમ્રાટ કહેવાનું શરી કરી દીધું હતું.

ડૉક્ટરથી થિએટર સુધીની સફર


શ્રીરામ લાગૂ વ્યવસાયે નાક, કાન, ગળા (ENT) સર્જન હતા અને તેઓએ 42 વર્ષની ઉંમરમાં અભિયનને પોતાનો વ્યવસાય બનાવી દીધી. લાગૂએ મુંબઈ અને પુણેમાં અભ્યાસ કર્યો, કારકિર્દી માટે તેઓએ મેડિકલને પસંદ કર્યું. લાગૂને અભિયનમાં બાળપણથી જ રસ હતો, જેથી ડૉક્ટર બનવા સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. આ જ કારણ છે કે મેડિકલની સેવાઓ આપવા તેઓ આફ્રિકા સહિત અનેક દેશોમાં ગયા. પરંતુ મન એક્ટિંગમાં જ અટકી રહ્યું.

42 વર્ષની ઉંમરે થિએટરની દુનિયામાં પ્રવેશ

લાગૂએ 42 વર્ષની ઉંમરમાં થિએટર અને ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો. વર્ષ 1969માં તેઓ પૂરી રીતે મરાઠી થિએટર સાથે જોડાઈ ગયા. આ ક્રમમાં નટસમ્રાટ નાટકમાં તેઓએ ગણપત બલવલકરની ભૂમિકા નિભાવી, જેને મરાઠી થિએટર માટે માઇલસ્ટોન માનવામાં આવે છે. ગણપત બેલવલકરનો અભિયન કરવો એટલો કઠિન હતો કે આ રોલ કર્યા બાદ ઘણા બધા થિએટર એક્ટર ગંભીર રીતે બીમાર પડી ગયા હતા. નટસમ્રાટમાં આ રોલ કર્યા બાદ ડૉક્ટર લાગૂને પણ હાર્ટ અટેક આવ્યો હતો.

આ પણ વાંચો, Oscarsની રેસમાંથી બહાર થઇ રણવીર-આલિયાની 'ગલી બૉય', આ ફિલ્મ થઇ શૉર્ટલિસ્ટ
First published: December 18, 2019
વધુ વાંચો
अगली ख़बर