રાજકુમાર રાવનાં પિતાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

News18 Gujarati
Updated: September 6, 2019, 12:35 PM IST
રાજકુમાર રાવનાં પિતાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
રાજકુમાર રાવનાં પિતા સતપાલ યાદવે થોડા સમયથી બીમાર હતાં 60 વર્ષની ઉંમરે તેમનું નિધન થઇ ગયું છે

રાજકુમાર રાવનાં પિતા સતપાલ યાદવે થોડા સમયથી બીમાર હતાં 60 વર્ષની ઉંમરે તેમનું નિધન થઇ ગયું છે

  • Share this:
ધરમવીર શર્મા/ હરિયાણા: એક્ટર રાજકુમાર રાવ તેની સુંદર અદાકારીને કારણે જાણીતો છે. તે કોઇપણ રોલ હોય તેની એક્ટિંગથી તેને બખૂબી અદા કરે છે. પણ હાલમાં તે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એક્ટર રાજુમાર રાવ દુખી છે કારણ કે તેનાં પિતાનું નિધન થઇ ગયુ છે. 60 વર્ષની ઉંમરમાં તેનાં પિતાનું નિધન થઇ ગયું છે. રાજકુમાર રાવનાં પિતા સતપાલ યાદવ  લાંબા સમયથી બીમાર હતાં. ગુરુગ્રામની મેંદાત હોસ્પિટલમાં તેમનું ઇલાજ ચાલી રહ્યું હતું. ગુરુવારે મોડી રાત્રે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા. ગુરુગ્રામમાં જ તેમનાં અંતિમ સંસ્કાર યોજવામાં આવ્યા હતાં.

વર્ષ 2016માં થયું હતું માતાનું નિધન-

રાજકુમાર રાવની માતા કમલેશ યાદવનું નિધન 11 માર્ચ 2016માં થયું હતું. તેઓને એક વખત હૃદય રોગનો હુમલો થયા બાદ તેમની તબિયત નાજૂક જ રહેતી હતી. અને આખરે તેઓએ વર્ષ 2016માં અંતિમ શ્વા લીધા.

માતા સાથે રાજકુમાર રાવ


આપને ઝણાવી દઇએ કે, રાજકુમાર રાવ નેશનલ એવોર્ડથી સન્માનિત છે. રાજકુમાર રાવ એક ઉમદા એક્ટર છે જે ફક્ત તેની મેહનતથી આજે બોલિવૂડમાં આ સ્થાને પહોંચ્યો છે. રાજકુમારનો જન્મ 31 ઓગસ્ટ 1984નાં રોજ ગુરુગ્રામ (હરિયાણા)માં થયો હતો. રાજકુમારે 10માં ધોરણમાં હતો ત્યારથી જ એક્ટિંગનો નિર્ણય લઇ લીધો હતો. તે ભણવાની સાથે સાથે જ થિએટર પણ કરતો હતો.

માતા અને ભાઇ સાથે રાજકુમાર
રાજકુમાર આજે જે જગ્યા પર છે ત્યાં સુધી પહોંચવું તેનાં માટે સરળ ન હતું. તે માટે તેણે ઘણી સ્ટ્રગલ કરવી પડી હીત. તેણે એક ઇન્ટરવ્યૂંમાં આ અંગે જણાવતાં કહ્યું હતું કે, એવું ઘણી વખત થયું છે જ્યારે મારે ગોરો રંગ અને મસલ્સ બોડી ન હોવાને કારણે રિજેક્ટ થવું પડ્યું છે. મે શરૂઆતનાં સમયમાં મુંબઇમાં સોથી વધુ ઓડિશન આપ્યાં હતાં. આ સમયમાં ઘણી એડ ફિલ્મો કરીને મારું ગુજરાન ચલાવ્યું હતું.
First published: September 6, 2019, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading