Home /News /entertainment /OTT પ્લેટફોર્મ્સ નેટફ્લિક્સ અને ડિઝની+ હોટસ્ટાર પર આ તારીખે ધૂમ મચાવશે ફિલ્મ ‘83’

OTT પ્લેટફોર્મ્સ નેટફ્લિક્સ અને ડિઝની+ હોટસ્ટાર પર આ તારીખે ધૂમ મચાવશે ફિલ્મ ‘83’

ફિલ્મ 83 કયારે રિલીઝ થશે

1983નો વર્લ્ડ કપ (World cup 1983). આ ઐતિહાસિક જીતનો રોમાંચ ફરી એક વખત દરેક ભારતીયની આંખો સામે પડદા પર ઉતરશે. કબીર ખાને (Kabir Khan) ડાયરેક્ટ કરેલી ફિલ્મ 83 (Film 83) ભારતની આ ઐતિહાસિક જીત પર આધારિત છે.

ફિલ્મ ‘83’ : જે બાયપિકની દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા, તે હવે પડદા પર ધૂમ મચાવવા તૈયાર છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની સૌથી લોકપ્રિય અને ગોલ્ડન જર્ની એટલે વર્ષ 1983નો વર્લ્ડ કપ (World cup 1983). જેમાં ભારતીય ખેલાડીઓએ 2 વખત વર્લ્ડ કપ ચેમ્પિયન રહેલા વેસ્ટ ઈન્ડિઝને હારનો સ્વાદ ચખાડ્યો હતો. આ ઐતિહાસિક જીતનો રોમાંચ ફરી એક વખત દરેક ભારતીયની આંખો સામે પડદા પર ઉતરશે. કબીર ખાને (Kabir Khan) ડાયરેક્ટ કરેલી ફિલ્મ 83 (Film 83) ભારતની આ ઐતિહાસિક જીત પર આધારિત છે.

ટ્રેલર રીવ્યૂ

તાજેતરમાં જ નિર્માતાઓએ 83: ધ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રિલીઝ કર્યું અને ટ્રેલર રીલીઝ (Trailer Release) થતાં જ ફેન્સ દ્વારા જબરો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ’83’ વર્લ્ડ કપ વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે ગ્રૂપ સ્ટેજની મેચમાં ઝિમ્બાબ્વે સામે કપિલ દેવના 175 રનનો કોઈ વિડીયો ફૂટેજ ઉપલબ્ધ જ નથી. તેથી, તે જોવાનું રસપ્રદ રહેશે કે દિગ્દર્શકે તે દ્રશ્ય કેવી રીતે ફિલ્માવ્યું હશે.

ફિલ્મમાં રણવીર સિંહે કેપ્ટન કપિલ દેવનું પાત્ર નિભાવ્યું છે અને ફેન્સને પણ રણવીરનું પર્ફોમન્સ ભારે પસંદ આવી રહ્યું છે. રમૂજ અને રોમાંચથી ભરેલી આ ફિલ્મમાં ભારતની વર્લ્ડ કપમાં જીત જોઇને ફરી એકવાર દરેક ભારતીયનું હૈયું ગદગદ થઈ જશે.

OTT પર આ તારીખે રીલીઝ થશે “83”

ફિલ્મના ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ (Release on Ott Platforms) વિશે જણાવતા નિર્માતાઓએ તાજેતરમાં જ મોશન પોસ્ટર લોન્ચ કર્યું હતું. જેમાં નેટફ્લિક્સ અને ડિઝની+ હોટસ્ટારનો લોગો દર્શાવવામાં આવ્યો હતો. ઘણા અહેવાલો અનુસાર, ફિલ્મના પોસ્ટ થિયેટ્રિકલ ડિજિટલ રાઇટ્સ બે અગ્રણી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix અને Disney+ Hotstar દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો'ફિલ્મ 83નું ટ્રેલર જોઈને મારા રૂંવાડા ઉભા થઇ ગયા' - કૃષ્ણમાચારી શ્રીકાંત

આથી સંભવતઃ '83'ના થિયેટરમાં રિલીઝના 4 અઠવાડિયા પછી ડિજિટલ પ્લેટફોર્મ પર તેનું પ્રીમિયર જોવા મળી શકે છે. જેમ કે થલાઈવી, બેલ બોટમ જેવી અગાઉની ફિલ્મોમાં થયું હતું. આ ફિલ્મને દીપિકા પાદુકોણ, કબીર ખાન, સાજિદ નડિયાદવાલા અને વિષ્ણુવર્ધન ઈન્દુરી જેવા બોલિવૂડના મોટા નામો દ્વારા રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, ફેન્ટમ ફિલ્મ્સ, 83 ફિલ્મ લિમિટેડ, વિબ્રી મીડિયા અને કબીર ખાન ફિલ્મ્સ સાથે મળીને બેંકરોલ કરવામાં આવી છે.
First published:

Tags: 1983 World Cup, 83 Moive, Bollywood Latest News, Ranveer Singh.83

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો