BB 15: વિધિ પંડ્યા અને અફસાના ખાન બાખડી પડ્યાં, તેજસ્વી પ્રકાશ ભડકી, જુઓ VIDEO

(તસવીર સાભાર: Instagram/itsafsanakhan/vidhiipandya)

ટીવી શો ‘બિગ બોસ 15’ (Bigg Boss 15) શરુ થયાના ફક્ત બે દિવસ થયા છે અને જય ભાનુશાલી, પ્રતિક સહજપાલ જેવા કન્ટેસ્ટન્ટે પોતાનું જોર દેખાડવાનું શરુ કરી નાખ્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: ટીવીના જાણીતા અને વિવાદાસ્પદ શો ‘બિગ બોસ 15’ (Bigg Boss 15)ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. શોના ગ્રાન્ડ પ્રીમિયરથી જ આમ તો વિવાદ શરુ થઈ ગયો હતો. આ વિવાદ ઘરની બહાર ચાહકોએ ઊભો કર્યો હતો કેમકે સિદ્ધાર્થ શુક્લાને ટ્રિબ્યુટ આપવામાં ન હતી આવી. તો ઘરની અંદર પણ વિવાદ શરુ થઈ ગયો છે. આમ તો દરેક સીઝન કોઈને કોઈ રીતે અલગ હોય છે પણ આ વખતની સીઝન સૌથી અલગ છે કેમકે અમુક કન્ટેસ્ટન્ટને શરૂઆતથી જ જંગલ એરિયામાં રાખવામાં આવ્યા છે. આ વખતે ટીવી જગતના ઘણાં મોટા કલાકારોએ આ શોમાં ભાગ લીધો છે, જેમાં જય ભાનુશાલી, ઉમર રિયાઝ, ઈશાન સહગલ, તેજસ્વી પ્રકાશ જેવા સ્પર્ધકો સામેલ છે. કન્ટેસ્ટન્ટે આવતાંની સાથે જ પોતાનો રંગ બતાડવાનું શરુ કરી દીધું છે. શોના પહેલાં એપિસોડમાં જ લડાઈ જોવા મળી.

    બિગ બોસ હાઉસના ઝોનમાં ફક્ત નિશાંત ભટ્ટ, શમિતા શેટ્ટી અને પ્રતીક સહજપાલ છે, જે ‘બિગ બોસ ઓટીટી’માં પ્રમોટ થઈને શોમાં આવ્યા છે. હવે ‘બિગ બોસ’ના જંગલ એરિયામાં રહેનારા દરેક કન્ટેસ્ટન્ટને પોતપોતાનો સામાન સોંપવાનો આદેશ મળ્યો છે. કન્ટેસ્ટન્ટ એમ કરવા મંડી જાય છે અને એ દરમ્યાન તેમના વચ્ચે દલીલ શરુ થઈ જાય છે.

    આ પણ વાંચો: Bigg Boss 15: સિદ્ધાર્થ શુક્લાને ટ્રિબ્યુટ ન અપાતા ચાહકો રોષે ભરાયા, ટ્વીટર પર ઉધડો લીધો

    શોમાં અફસાના ખાન (Afsana Khan) અને વિધિ પંડ્યા (Vidhi Pandya) અંદરોઅંદર કોઈ વાતને લઈને લડતા જોવા મળ્યા. વિધિએ અફસાનાને ઘણું બધું કહી નાખ્યું. એ પછી અફસાના પોતાના પર કન્ટ્રોલ ન કરી શકી અને તેણે વિધિને કહ્યું કે જો તે વધુ બોલી તો તેની જીભ તોડી નાખશે.








    View this post on Instagram






    A post shared by ColorsTV (@colorstv)





    આનાથી શોનો માહોલ ઘણો ગરમ થઈ જાય છે અને બાકી કન્ટેસ્ટન્ટ પણ આ દલીલમાં સામેલ થઈ જાય છે. તેજસ્વી પ્રકાશ બહુ ભડકી જાય છે. તે અફસાના ખાનને લડવા માટે પડકાર આપી દે છે. તે અફસાનાને કહે છે હાથ લગાડીને તો બતાવ. કલર્સ ચેનલે આ લડાઈનું ફૂટેજ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘બિગ બોસ 15ના જંગલમાં શરુ થઈ ચૂક્યું છે, વિધિ પંડ્યા અને અફસાના ખાન વચ્ચે દંગલ.’
    Published by:Nirali Dave
    First published: