રાજને જોતા જ બાખડી પડી હતી શિલ્પા શેટ્ટી, પોલીસ રેઇડ દરમિયાન બંને વચ્ચે થયો હતો જોરદાર ઝઘડો

(PHOTO-Instagram)

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી આજ સુધી તેમની અમેઝિંગ કેમેસ્ટ્રીને કારણે ચર્ચામાં રહેતા હતાં. પણ આ વખતે ખબર છે કે, પોલીસ પુછપરછ પહેલાં શિલ્પા અને રાજ વચ્ચે જોરદારની તૂ-તૂ મૈં-મૈં થઇ હતી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેનાં પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) ગત એક અઠવાડિયાથી સતત ચર્ચામાં છે. 'પોર્નોગ્રાફી કેસ'માં પોલીસ કસ્ટડીમાં બિઝનેસમેન રાજ કુન્દ્રા હાલમાં 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડી (Police Custedy)માં છે. અવાર નવાર આ કેસ અંગે નવાં નવાં ખુલાસા થઇ રહ્યાં છે. મુંબઇ પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં જેટલાં ખુલાસા થઇ રહ્યાં છે તે તમામ ચોકાવનારા છે. તપાસનો રેલો શિલ્પા શેટ્ટી સુધી પહોંચ્યો છે. ગત શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓએ શિલ્પા શેટ્ટીનાં ઘરે રેઇડ પાડી હતી આ દરમિયાન એક્ટ્રેસની પણ કડક પૂછપરછ થઇ હતી.

    આ પણ વાંચો- રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ સાથે કેવી રીતે જોડાયેલાં છે શિલ્પા શેટ્ટીનાં તાર? જોઇન્ટ એકાઉન્ટ ખોલશે તમામ 'રાઝ'

    આ વચ્ચે રેઇડ અંગે એક નવી ખબર સામે આવી છે. રિપોર્ટ મુજબ, શુક્રવારે પોલીસ રેઇડ દરમિયાન શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા આમને સામને 22 તારીખ બાદ આવ્યાં હતાં. તો બંને વચ્ચે જોરાદાર ઝઘડો થયો હતો. રાજને જોતા જ શિલ્પા બાખડી પડી હતી.

    આ પણ વાંચો- Raj Kundra Pornography Case : રાજ કુન્દ્રાની કંપનીનાં ચાર કર્મચારીઓ સરકારી સાક્ષી બનવા તૈયાર

    રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી આજ સુધી તેમની અમેઝિંગ કેમેસ્ટ્રીને કારણે ચર્ચામાં રહેતા હતાં. પણ આ વખતે ખબર છે કે, પોલીસ પુછપરછ પહેલાં શિલ્પા અને રાજ વચ્ચે જોરદારની તૂ-તૂ મૈં-મૈં થઇ હતી.



    આ પણ વાંચો- Exclusive: રાજ કુન્દ્રા-ઉમેશ કામતનાં પોર્ન પર મેગા પ્લાન, ટ્રેલરથી કેમેરા એંગલ સુધી તમામ મુદ્દે થઇ હતી વાત

    શુક્રવારે, કોર્ટે રાજ કુન્દ્રાનાં રિમાન્ડની અવધિ 27 જુલાઇ સુધી વધારી દીધી હતી. આ બાદ પોલીસની ટીમ રાજ કુન્દ્રાને લઇ તેનાં બંગલે 'કિનારા'માં રેઇડ પાડી હતી. આ દરમિયાન શિલ્પા પણ હાજર હતી. રાજ અને પોલીસને જોઇને શિલ્પા હચમચી ગઇ હતી. સૂત્રો મુજબ જેમ શિલ્પા અને રાજનો આમનો-સામનો થયો હતો બંને વચ્ચે બોલાચાલી શરૂ થઇ ગઇ હતી જે ઘણો લાંબો સમય ચાલી હતી. જે બાદ શિલ્પા તેની ભાવનાઓ પર કાબૂ ન કરી શી અને પોલીસની સામે જ રડી પડી. શિલ્પાએ પોતાને સંભાળવામાં ઘણો સમય લીધો હતો.

    આ પણ વાંચો- રાજ કુન્દ્રાની ઓફિસની દીવાલમાં હતી 'ખુફિયા તિજોરી', પોલીસનાં હાથે લાગી ઘણી રહસ્યમય ફાઇલો

    ક્રાઇમ બ્રાન્ચનાં ઓફિસર્સ જ્યારે શિલ્પાની પૂછપરછ કરી રહ્યાં હતાં તે દરમિયાન પણ શિલ્પા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી હતી. શિલ્પા પૂછપરછ દરમિયાન ઘણી વખત ઢીલી પડી ગઇ હતી અને ત્રણથી ચાર વખત તે રડી પડી હતી. શિલ્પાએ રડતા રડતા જ પોલીસ સામે પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, કેસ અને એપથી તેને કોઇ લેવા દેવા નથી. અહીં સધી કે તેને આ અંગે કંઇ જ માલૂમ નથી કે તેનાં પતિની આવી કોઇ એપ છે. શિલ્પાએ પોલીસને કહ્યું કે, ઇરોટિકા, પોર્નથી અલગ છે અને તેનો પતિ નિર્દોષ છે.



    આ પણ વાંચો- Prabhas: 200 કરોડની સંપત્તિનો માલિક છે પ્રભાસ, જીવે છે આવી લગ્ઝુરિયસ લાઇફ

    ખબર છે કે, શિલ્પાએ પોલીસની સામે એમ પણ કહ્યું કે, આખા પ્રકરણને કાણે તેની ઇમેજ અને બ્રાન્ડ વેલ્યૂને ઘણું નુક્સાન થયું છે. તેણે ઘણાં બ્રાન્ડ્સ તેનાં હાથમાંથી જતા રહ્યાં છે.

    આ પણ વાંચો- NORA FATEHIએ લાલ ડ્રેસમાં વિખેર્યા જલવા, સિઝલિંગ અંદાજ પર ફિદા થયા ફેન્સ

    આ વચ્ચે રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે. રાજની કંપનીનાં ચાર કર્મચારીઓ અશ્લીલ ફિલ્મોનાં રેકેટમાં સરકારી સાક્ષી બની ગયા છે. તેમાંથી એક તો આરોપી પણ છે. તો રાજની ઓફિસમાંથી પોલીસ રેઇડ દરમિયાન ખુફિયા તિજોરી મળી આવી હતી. કહેવાય છે કે તેમાંથી મળેલી ફાઇલો રાજની મુશ્કેલી વધારી રહ્યાં છે.
    Published by:Margi Pandya
    First published: