મુંબઇના ચિત્રકૂટ સ્ટુડિયોમાં ગુરૂવારે રાતે ફિલ્મ હાઉસફૂલ 4ની શૂટિંગ દરમિયાન એક ડાન્સર સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. ડાન્સરની ફરિયાદ પર પોલીસે મામલો નોંધાવીને તપાસ શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જે સમયે આ ઘટના થઇ અભિનેતા અક્ષય કુમાર, બોબી દેઓલ અને રિતેશ દેશમુખ સેટ પર હાજર હતા.
જાણકારી પ્રમાણે મુંબઇના ચિત્રકૂટ સ્ટુડિયોમાં થોડા સમયથી હાઉસફૂલ સીરીઝની ચોથી ફિલ્મ હાઉસફૂલ 4નું શૂટિંગ ચાલી રહ્યું છે. મહિલાએ જણાવ્યું કે જ્યારે તે વોશરૂમ તરફ જઇ રહી હતી ત્યારે તેને એક વ્યક્તિએ પકડી અને તેની સાથે છેડતી કરવા લાગ્યો.
Was sitting with a colleague when suddenly 2 men Pawan Shetty&Sagar&4 others came&tried to take away my colleague forcefully. They also threatened. I tried to stop them. Shetty started pushing me&touched my pvt parts. I've filed a molestation case. I want him behind bars: Victim pic.twitter.com/nDQ8uPSQ2q
જણાવીએ કે આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં આવી રહી છે. આની મુશ્કેલીઓ #MeToo અભિયાન સાથે શરૂ થઇ હતી. સૌથી પહેલા નાના પાટેકર સામે આરોપ લાગ્યા હતાં. નાના પછી ડાયરેક્ટર સાજિદ ખાન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જે પછી સાજિદ ખાનને ડાયરેક્ટ પદેથી હટાવી દેવામાં આવ્યાં હતાં.
નોંધનીય છે કે સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મની પહેલી બે સીરીઝનું ડાયરેક્શન સાજિદ ખાને કર્યુ હતું. પછી બંને સાજિદ વચ્ચે ગેરસમજ થતાં ત્રીજી કડીનું ડાયરેક્શન અન્યને સોંપવામાં આવ્યું હતું. જો કે ત્રીજી કડી ફ્લોપ નીવડતાં ચોથી કડીમાં ફરી સાજિદ ખાન આવ્યા હતા.