સ્વરાએ ભણસાલી ને લખ્યો ઓપન પત્ર, મહિલાઓ માત્ર 'વઝાઈના' નથી

News18 Gujarati
Updated: January 28, 2018, 5:40 PM IST
સ્વરાએ ભણસાલી ને લખ્યો ઓપન પત્ર, મહિલાઓ માત્ર 'વઝાઈના' નથી
'આ સીનને જોયા બાદ મને બહું ખરાબ લાગ્યું. એવું લાગ્યું કે, મહિલાઓને માત્ર 'વઝાઈના' સુધી સિમીત કરી દેવામાં આવી....

'આ સીનને જોયા બાદ મને બહું ખરાબ લાગ્યું. એવું લાગ્યું કે, મહિલાઓને માત્ર 'વઝાઈના' સુધી સિમીત કરી દેવામાં આવી....

  • Share this:
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત તમામ વિવાદો વચ્ચે રિલિઝ થઈ ગઈ છે. ફિલ્મને કેટલાએ ફિલ્મ સ્ટાર્સનો સપોર્ટ મળ્યો છે, તો કેટલાકે કંટેંટ પર પ્રશ્ન ઉભા કર્યા છે. બોલીવુડ એક્ટર્સ સ્વરા ભાસ્કરે ફિલ્મ પદ્માવતમાં રાજપૂત મહિલાઓની જોહર પ્રથાના મહિમામંડનને લઈ સંજય લીલા ભણસાલીને એક ઓપન લેટર લખ્યો છે.

સ્વરા ભાસ્કરનો આ ઓપન લેટર ધ વાયર વેબસાઈટમાં પ્રકાશિત થયો છે. ‘At The End of Your Magnum Opus… I Felt Reduced to a Vagina – Only’ શિર્ષક સાથે ઓપન લેટરની શરૂઆત કરતા સ્વરા કહે છે કે, તે ફિલ્મના ક્લાઈમેક્સને લઈ ખુબ નિરાશ છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં રાણી પદ્મીની અને બાકી રાણીઓ પોતાના સન્માનની રક્ષા માટે સતી અથવા જૌહર પ્રથા હેઠલ આગમાં સળગી મરે છે.

સ્વરાએ લખ્યું કે, 'આ સીનને જોયા બાદ મને બહું ખરાબ લાગ્યું. એવું લાગ્યું કે, મહિલાઓને માત્ર 'વઝાઈના' સુધી સિમીત કરી દેવામાં આવી છે. કેટલાએ વર્ષોના આંદોલન બાદ મહિલાઓને જે અધિકારો હવે મળ્યા છે, ભલે તે પછી વોટ આપવાનો આધિકાર હોય કે, શિક્ષણનો, સમાન કામ માટે સમાન વેતન લેવાનો અધિકાર હોય કે, પછી મેટરનીટી લીવ, આ બધી જ વસ્તુઓ એક ઝટકામાં સમાપ્ત થઈ ગઈ, કારણ કે, અમે એજ જગ્યા પર પહોંચી ગયા, જ્યાંથી શરૂઆત કરી હતી.' સ્વરાએ કહ્યું કે, ભણસાલી સર, 'મહિલાઓ માત્ર ચાલતી-ફરતી વઝાઈના નથી. તેમની પાસે બીજા પણ અન્ય અંગ છે'
First published: January 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading