Home /News /entertainment /

રણબીર નહીં પરંતુ આ કારણે આલિયા ભટ્ટ હતી પરેશાન, વાયરલ તસવીરનું ખુલ્યું રહસ્ય

રણબીર નહીં પરંતુ આ કારણે આલિયા ભટ્ટ હતી પરેશાન, વાયરલ તસવીરનું ખુલ્યું રહસ્ય

આલિયા ભટ્ટ અને રણવિર કપૂરની વાયરલ તસવીર

તાજેતરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની તસવીર વાયરલ થઇ છે. જેમાં રણબીર કપૂર ફોન ઉપર વ્યસ્ત છે. જ્યારે આલિયા ભટ્ટ ખુબજ ચિંતામાં હોય એવું દેખાય છે.

    શિખા ધારીવાલ

    તાજેતરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની તસવીર વાયરલ થઇ છે. જેમાં રણવીર કપૂર ફોન ઉપર વ્યસ્ત છે. જ્યારે આલિયા ભટ્ટ ખુબજ ચિંતામાં હોય એવું દેખાય છે. જોકે ચિંતિત આલિયાની આ તસવીર અંગે સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારના તર્કો લગાવવામાં આવી રહ્યા છે. આલિયા ભટ્ટની પરેશાની રણવીર કપૂર સાથે તો નથી જોડાયેલી એવા તર્કો લગાવવામાં આવી રહ્યા છે. એવું તો શું થયું કે આલિયા ભટ્ટ આટલી ઉદાસ છે? તો ચાલો જાણીએ એક આ આખો મામલો શું છે.

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આલિયા ભટ્ટ ખૂબજ પરેશા છે. આલિયા ભટ્ટની આ ઉદાશીનતા પાછળ તેનું શૂટિંગ સ્કેડ્યુઅલ અને મુંબઇનો ટ્રાફિક છે. જેના ચક્કરમાં બીચારી આલિયા ભટ્ટને ના તો દિવસમાં શાંતિ છે કે નથી રાત્રે ઊંઘ પુરી થતી. આલિયા ભટ્ટ અત્યારે એક સાથે ત્રણ ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે. એક સમય ઉપર અલગ અલગ પાત્રો અને અલગ લુકમાં બેથી ત્રણ ફિલ્મોનું શૂટિંગ આલિયા ભટ્ટ માટે ખુબ જ મુશ્કેલી થઇ રહી છે.

    આ પણ વાંચોઃ-બેંગલુરૂ જવા રવાના થયા રણવીર-દીપિકા, હાથમાં હાથ નાંખીને આપ્યો પોઝ

    આલિયા ભટ્ટ એક તરફ નિર્દેશક અભિષેક વર્મનની મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકમાં મહત્વની અને મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. બીજી તરફ અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્રમાં પણ મુખ્ય પાત્ર ભજવી રહી છે. આ ઉપરાંત આલિયાએ કેમ્પની સડક 2ના શૂટિંગની શરૂઆત પણ કરી છે. આ દિવસોમાં ત્રણે ફિલ્મો ફ્લોર ઉપર છે. ત્રણે ફિલ્મોમાં આલિયા દમદાર પાત્ર અને નવા લૂકમાં છે.

    આ પણ વાંચોઃ- દીપિકા-રણવિરનાં લગ્નનો વિરોધઃ આનંદ કારજ ખોટી રીતે થયુ કહીં ઈટાલીના શીખ નારાજ

    અત્યારે ભલે સડક-2નું શૂટિંગ શરૂ થયું છે પરંતુ આલિયા ભટ્ટનું શ્કેડ્યુઅલ આવ્યું નથી. આ ઉપરાંત બ્હર્માસ્ત્રનું શૂટિંગ સાઉથ મુંબઇમાં થઇ રહ્યું છે. જ્યારે કંલકનો સેટ મુંબઇથી દૂર દહિસરમાં લાગેલો છે. આલિયા ભટ્ટના નજીકના સુત્રોનું માનવું છે કે, આલિયા ભટ્ટ દિવસમાં કલંકનું શૂટિંગ સાઉથ મુંબઇમાં કરે છે અને બ્રહ્માસ્ત્રનું શૂટિંગ માટે રાત્રે દહિસરના સેટ ઉપર પહોંચે છે.

    આ પણ વાંચોઃ- લગ્નની અંદરની તસવીરો આવી સામે, સોહામણા લાગે છે રણવીર-દીપિકા

    અત્યારે સાઉથ મુંબઇથી નોર્ટ મુંબઇ સુધી ટ્રાવેલિંગ કરવામાં આલિયા ભટ્ટને સૌથી વધારે મુશ્કેલીઓ નડે છે. કારણ કે મુંબઇમાં મેટ્રોનું કામ ચાલતું હોવાથી ઠેર ઠેર ટ્રાફિક જામ રહે છે. આવી સ્થિતિમાં આલિયા ભટ્ટને એક સેટથી બીજા સેટના લોકેશન સુધી પહોંચવા માટે અનેક કલાકો વિતાવવા પડે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Alia Bhatt, Ranbir Kapoor, Social media, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन