Home /News /entertainment /પાકિસ્તાની એક્ટરને આમિર અને ક્રિશ્ચિયન બેલ જેવું ટ્રાન્સફર્મેશન કરવાનું ભારે પડ્યું, હાલત થઇ ગઇ ખરાબ

પાકિસ્તાની એક્ટરને આમિર અને ક્રિશ્ચિયન બેલ જેવું ટ્રાન્સફર્મેશન કરવાનું ભારે પડ્યું, હાલત થઇ ગઇ ખરાબ

ફવાદ ખાનને ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કરવાનું ભારે પડ્યું

બોલિવૂડમાં 'ખૂબસૂરત', 'કપૂર એન્ડ સન્સ' અને 'એ દિલ હૈ મુશ્કિલ' જેવી ફિલ્મો કરી ચૂકેલો પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન (Pakistani Actor Fawad Khan) આજકાલ ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' (The Legend of Maula Jatt)ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

વધુ જુઓ ...
બોલિવૂડમાં 'ખૂબસૂરત', 'કપૂર એન્ડ સન્સ' અને 'એ દિલ હૈ મુશ્કિલ' જેવી ફિલ્મો કરી ચૂકેલો પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન (Pakistani Actor Fawad Khan) આજકાલ ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' (The Legend of Maula Jatt)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તેણે પોતાનું ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન (Physical Transformation) કર્યું હતું. પરંતુ તેને આ ટ્રાન્સફોર્મેશનના કારણે નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ફવાદના જણાવ્યા પ્રમાણે તેની કિડનીએ યોગ્ય રીતે કામ કરવાનું બંધ (Kidney is Not Working) કરી દીધું હતું.

આ પણ વાંચોઃ-પ્રિયંકા ચોપરાએ ફરીથી દીકરી માલતીનો ચહેરો છૂપાવ્યો, સેલેબ્સે કરી કમેન્ટ

ફવાદના કહ્યું હતું કે, તે આ ફિલ્મમાં પોતાના શરીર સાથે પ્રયોગ કરવા માંગતો હતો. તેવી જ રીતે જેમ અંગ્રેજી અભિનેતા ક્રિશ્ચિયન બેલ અને બોલીવૂડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) તેમની ફિલ્મોમાં કરે છે. તેણે એક વાતચીતમાં કહ્યું, "મેં મારી જાત સાથે જે કર્યું તે સારી બાબત નહોતી. હું આવું ફરીથી ક્યારેય નહીં કરું. મેં કેટલાક શંકાસ્પદ વિકલ્પોની પસંદગીઓ કરી છે, જેની મારા પર નકારાત્મક અસર પડી છે."

10 દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યો ફવાદ


ફવાદે આ પરિવર્તનની નકારાત્મક અસર વિશે વધુ જણાવતા કહ્યું કે, "આવા તમામ શારીરિક ટ્રાન્સફર્મેશન પાછળ કાળો અંધકાર હોય છે. લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે આ પ્રકારના ટ્રાન્સફોર્મેશન પર નિર્ણય કરો છો તો તેની ખરાબ અસર તમારા શરીર પર પડે છે. અને એવું જ થયું છે. આ કારણે મને 10 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મારી કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું."

ફવાદને આ કારણે થઇ સમસ્યા


ફવાદના જણાવ્યા અનુસાર, તેને 10 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. પરંતુ તેમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે તેને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. તે કહે છે, "મને સલાહ આપવામાં આવી હતી કે હું ધીરે ધીરે ચાલું અને કોઈ પણ પ્રકારનો તણાવ ન લઉં."

ફિલ્મ માટે વધાર્યુ 25 કિલો વજન


ફવાદે પોતાની કથળેલી તબિયત પાછળનું સાચું કારણ જણાવતા કહ્યું હતું કે, તેમને ડાયાબિટીસ છે એટલે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી હતી. તેણે કહ્યું કે આ ફિલ્મ સાઇન કરતાં પહેલાં એનું વજન લગભગ 73-75 કિલો હતું, પરંતુ એણે પોતાના પાત્ર માટે એ વધારીને 100 કિલો કરવું પડયું હતું.

આમિર અને ક્રિશ્ચિયનની જેમ કરવું હતું ટ્રાન્સફોર્મેશન


તે કહે છે, "મેં ગાંડાની જેમ કલાકો સુધી સખત મહેનત કરી હતી. આવી વસ્તુઓ કરવાની આ યોગ્ય રીત નથી. મારી પાસે સમય મર્યાદિત હોવાથી સંજોગો એવા બની ગયા કે જેમ બને તેમ કરો. હું ક્રિશ્ચિયન બેલ નથી પણ મેં તેની જેમ અને આમિરની જેમ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફવાદે એમ પણ કબૂલ્યું હતું કે આવું ટ્રાન્સફોર્મેશન રાતોરાત મળી શકતું નથી.

બિલાલ લશરી દિગ્દર્શિત 'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' પાકિસ્તાની સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં ફવાદ ખાન ઉપરાંત હમઝા અલી અબ્બાસી, માહિરા ખાન અને હુમૈમા મલિક પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 13 ઓક્ટોબર, 2022ના રોજ રીલિઝ થવાની છે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन