Fawad Khan Birthday : પાકિસ્તાની (Pakistani) એક્ટર (Actor) અને મોડલ (Model) ફવાદ ખાન (Fawad Khan) આજે પોતાનો 40મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યો છે. ફવાદે ભારત (India)માં અને પાકિસ્તાન (Pakistan)માં પણ ઘણું નામ કમાયું છે. તેણે તેની પ્રથમ બોલિવૂડ (Bollywood) ફિલ્મ (film) માટે ઘણા એવોર્ડ (Award) જીત્યા હતા. ફવાદનો જન્મ 29 નવેમ્બર 1981ના રોજ કરાચી (Karachi)માં થયો હતો.
ફવાદ ખાને બોલિવૂડ પહેલા પાકિસ્તાની સિરિયલો-ફિલ્મોમાં કામ કર્યું
ફવાદ ખાને બોલિવૂડમાં પ્રવેશતા પહેલા પાકિસ્તાની સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે, તેના શો 'ઝિંદગી ગુલઝાર હૈ' અને હમસફર સૌથી વધુ ટીઆરપી શો હતા. આ પછી તેણે પાકિસ્તાની ફિલ્મ ખુદામાં કામ કર્યું. પરંતુ બાદમાં તે ફરીથી ટીવીની દુનિયામાં પાછો ફર્યા.
બોલિવૂડ ફિલ્મ 'ખુબસુરત'થી એન્ટ્રી કરી
ફવાદે ફિલ્મ 'ખુબસુરત'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે સોનમ કપૂર સાથે લીડ રોલમાં જોવા મળ્યો હતો. ફવાદે તેની પહેલી જ ફિલ્મથી ભારતીયોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ માટે ફવાદને બેસ્ટ ડેબ્યુ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફવાદ પ્રથમ પાકિસ્તાની અભિનેતા છે જેને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
છેલ્લી આ ફિલ્મ કરી પાકિસ્તાન જતો રહ્યો
'ખૂબસૂરત' પછી ફવાદ 'કપૂર એન્ડ સન્સ'માં ઋષિ કપૂર, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે એક ગેના રોલમાં જોવા મળ્યો હતો. ફવાદની છેલ્લી બોલિવૂડ ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' હતી. આ ફિલ્મ બાદ તે પાકિસ્તાન ગયો હતો.
સ્વભાવે શરમાળ ફવાદ એક્ટર નહીં પણ એન્જિનિયર બનવા માંગતો હતો. જેના માટે તેણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હતું. બોલિવૂડમાં કેટલીક ફિલ્મો કરી ચૂકેલા ફવાદ પાકિસ્તાન ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર