Home /News /entertainment /

'દંગલ' ગર્લ ફાતિમાનો ખુલાસો, કહ્યું- મારું પણ યૌન શોષણ થયું છે

'દંગલ' ગર્લ ફાતિમાનો ખુલાસો, કહ્યું- મારું પણ યૌન શોષણ થયું છે

ફાતિમા સના શેખે કહ્યું હતું કે, તે પોતે ભોગ બની ચૂકી છે

ફાતિમા સના શેખે પોતાની સાથે થયેલા યૌન શોષણનો ખુલાસો કરી બધાને ચોંકાવી દીધા છે

    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડમાં #Metoo મૂવમેન્ટ દરમિયાન એક્ટર્સ ઉપરાંત ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા નિર્માતા અને નિર્દેશકના નામ સામે આવ્યા. અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર મૂકેલા આરોપ બાદ બોલિવૂડમાંથી એવી બીજી પણ અભિનેત્રીઓ સામે આવી જેમણે પોતાની સાથે થયેલા યૌન શોષણ અંગે ખુલાસો કર્યો. આવામાં વધુ એક અભિનેત્રીનું નામ સામે આવી રહ્યું છે. જેણે પોતાની સાથે થયેલા યૌન શોષણનો ખુલાસો કરી બધાને ચોંકાવી દીધા છે.

    એક ઇન્ટરવ્યુ દરમિયાન આમિર ખાનની ફિલ્મ 'દંગલ'ની અભિનેત્રી ફાતિમા સના શેખે જણાવ્યું કે, તે પોતે યૌન શોષણનો શિકાર બની ચૂકી છે. ઇન્ટરવ્યુમાં તેને વધતાં યૌન શોષણ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ફાતિમા સના શેખે કહ્યું હતું કે, તે પોતે ભોગ બની ચૂકી છે. જોકે, તેણે કહ્યું કે, તે આ અંગે કોઇ વાત કરવા માગતી નથી.

    આ પણ વાંચો: ભણશાલીની આ ફિલ્મમાં જોવા મળશે સલમાન અને શાહરૂખ!

    ફાતિમાએ કહ્યું કે, તે પોતાના જીવન સાથે જોડાયેલી એવી કોણપણ વાત કોઇની સાથે શેર કરવા માગતી નથી. આવા મામલાને તે પોતે જ પોતાની રીતે ડીલ કરશે. સાથે જ તેણે #Metoo અભિયાનના વખાણ કરતાં કહ્યું કે, તે સારું છે કે સમાજે સેક્સુઅલ હેરેસમેન્ટ જેવા મુદાઓ પર વાત કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે હવે લોકો આવું કંઇક કરવાથી ડરી પણ રહ્યાં છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: #MeToo movement, Sexual harassment

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन