Fast & Furious 9 Trailer Out: વિન ડીઝલ અને જોન સીના હશે આમને સામને

Fast & Furious 9 Trailer Out: વિન ડીઝલ અને જોન સીના હશે આમને સામને
ફિલ્મનું ટ્રેલર છે દમદાર

Fast & Furious 9 Trailer Out: આ ફિલ્મનું નિર્દેશન જસ્ટિન લિને કર્યું છે. આ પહેલા જસ્ટિન ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સિરીઝની 3,4,5 અને 6 ફિલ્મોનું નિર્દેશન કરી ચુક્યા છે.

  • Share this:
Fast & Furious ફ્રેન્ચાઈઝીની 9મી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર જબરદસ્ત છે. આ ટ્રેલર ફાઇટ સીન્સથી ભરપૂર છે અને તેમાં દમદાર કાર્સનું પ્રદર્શન કરાયું છે. આ ફિલ્મમાં વિન ડીઝલ પોતાના જ ભાઈની આમને સામને હશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં વિન ડીઝલના ભાઈની ભૂમિકામાં જોન સીના જોવા મળશે.

મહત્વનું છે કે ટ્રેલરમાં લોકોને એ જ જોવા મળી રહ્યું છે જે તેઓ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં જોવા માંગતા હતા. આ ટ્રેલર 3:59 મિનિટનું છે. જેમાં ખૂબ રસપ્રદ ફાઇટ સીન્સ બતાવાયા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નિર્દેશન જસ્ટિન લિને કર્યું છે. આ પહેલા જસ્ટિન ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સિરીઝની 3,4,5 અને 6 ફિલ્મોનું નિર્દેશન કરી ચુક્યા છે.





દર્શકોને આ ફિલ્મનું ટ્રેલર ખુબ પસંદ આવી રહ્યું છે. મેકર્સે આ ફિલ્મને પહેલાની ફિલ્મો કરતા વધુ રસપ્રદ અને રોચક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જેને લઈને ફિલ્મના ટ્રેલરને વધુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મમાં જોન સીનાનો અભિનય દમદાર લાગી રહ્યો છે. સાથે જ ચાર્લિઝ થેરોને સીફર સાઇબર આતંકીના રૂપમાં પોતાની ભૂમિકા ભજવી છે.
Published by:News18 Gujarati
First published:April 15, 2021, 16:30 pm

ટૉપ ન્યૂઝ