Bollywood : અનન્યા પાંડે તેના બોલ્ડ લુકને કારણે થઇ ટ્રોલ, લોકોએ કરી દીધી આવી કોમેન્ટ્સ
Bollywood : અનન્યા પાંડે તેના બોલ્ડ લુકને કારણે થઇ ટ્રોલ, લોકોએ કરી દીધી આવી કોમેન્ટ્સ
અનન્યા પાંડે તેના ડ્રેસને લઇને થઇ ટ્રોલ
અનન્યા પાંડે (Ananya Pandey) ગઈ કાલે રાત્રે ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી જ્યાં તે ખૂબ બોલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી હતી. બસ ત્યારબદથી જ તેનો આ લુક જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
અનન્યા પાંડે (Ananya Panday) પર હાલમાં બોલ્ડનેસનું ભૂત સવાર છે. તે દરરોજ બોલ્ડ અવતારમાં જોવા મળે છે. ગઈકાલે રાત્રે અનન્યા પાંડે બોલ્ડનેસના ચક્કરમાં અજીબોગરીબ ફેશન કરતી જોવા મળી હતી. તેનો આ ડ્રેસ સુંદર હતો પરંતુ તેની ફેશન લોકો સમજી શક્યા નહીં. વાસ્તવમાં અનન્યા પાંડે ગઈ કાલે રાત્રે ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. હવે તેનો આ લુક જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
અનન્યા પાંડેના આ ડ્રેસની વાત કરીએ તો આ ડ્રેસ ફરહાન અખ્તરની પાર્ટીમાં મલાઈકાના ડ્રેસ જેવો જ લાગે છે. આ ડ્રેસમાં મોનોકિની જેવા ડ્રેસ પર ડિઝાઈન કરાયેલ પારદર્શક ફોલ જોવા મળે છે. જે પણ હોય, અનન્યા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ ડ્રેસમાં અનન્યાનો એક વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. હવે આ વીડિયો પર લોકો અનન્યાને ટ્રોલ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યુ કે.' પેન્ટ તો પહેરી લેતી' તો બીજાએ લખ્યું, 'હોલિવૂડની કોપી' એક વ્યક્તિએ આ ડ્રેસને આપત્તિજનક ગણાવ્યો, જ્યારે એકે તેને આધુનિક સ્વિમસૂટ પણ ગણાવ્યો છે.
ઈશાન ખટ્ટર (Ishan Khattar) અને અનન્યા પાંડેના રોમેન્ટિક કનેક્શન વિશે ઘણા સમયથી અફવાઓ ચાલી રહી છે. જો કે તેઓએ ક્યારેય તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, તેમના વારંવાર એકસાથે દેખાવા, અનન્યાની અવારનવાર શાહિદ કપૂરના ઘરે મુલાકાત અને બે લવબર્ડ એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર ટિપ્પણી કરતા ચાહકોને સંકેત આપે છે કે તેઓ ડેટ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે બંને ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યા હતા. એવું લાગતું હતું કે પાર્ટીનો કલર-કોડ ડાર્ક કલરનો હતો અને ઈશાન અને અનન્યાએ તેને સારી રીતે ફોલો કર્યો.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર