Prathyusha Garimella dies : પ્રખ્યાત ફેશન ડિઝાઇનર પ્રથ્યુષા ગરિમેલા (Prathyusha Garimella) નું મોત થયું છે. તેલંગાણામાં પોલીસ (Telangana) ને પ્રત્યુષા તેના ઘરે મૃત હાલતમાં મળી આવી છે. ANIએ આ અંગે જાણકારી આપી છે. અહેવાલો અનુસાર, પ્રત્યુષાનો મૃતદેહ તેલંગાણાના બંજારા હિલ્સ 9(Banjara Hills)) સ્થિત તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસને તેના બેડરૂમમાંથી કાર્બન મોનોક્સાઇડ સિલિન્ડર પણ મળ્યો હતો. તે સિલિન્ડર પોલીસે જપ્ત કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે પ્રત્યુષા ઘરે હતી ત્યારે તેના ઘરની બહારના સિક્યોરિટી ગાર્ડે કોઈ કામ માટે ઘણી વખત ડોરબેલ વગાડી હતી. પરંતુ તેણીએ દરવાજો ખોલ્યો નહીં. જેથી સુરક્ષાકર્મીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા પણ વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે તેના ઘરનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતાં પ્રત્યુષાની લાશ મળી આવી હતી. જેના કારણે પૂરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Top fashion designer Prathyusha Garimella was found dead at her residence in Banjara Hills, Telangana, says police
Police seized a carbon monoxide cylinder from her bedroom. A case is being registered under the section of suspicious death: Circle Inspector
પોલીસે પ્રત્યુષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, પ્રત્યુષા તેલંગાણાની એક મોટી સેલિબ્રિટી છે. તે માત્ર તેલંગાણા જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે. તેના નિધનથી તેલંગાણામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રત્યુષાનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવતાં પોલીસે આ અંગે કેસ નોંધ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કેટલાક મીડિયા આઉટલેટ્સે અહેવાલ આપ્યો છે કે, પ્રત્યુષાએ તેના ઘરના બાથરૂમમાં આત્મહત્યા કરી છે. આ દરમિયાન, પ્રત્યુષાના નિધન બાદ તેના ચાહકો દ્વારા સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પ્રત્યુષાએ આવો આત્યંતિક નિર્ણય કેમ લીધો? એવો પ્રશ્ન ફેન્સ કરી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર