Covid 19થી પીડિત લોકોની મદદ માટે આ જાણીતી ફેશન ડિઝાઇનરે કર્યું 1.5 કરોડનું દાન

News18 Gujarati
Updated: March 24, 2020, 1:51 PM IST
Covid 19થી પીડિત લોકોની મદદ માટે આ જાણીતી ફેશન ડિઝાઇનરે કર્યું 1.5 કરોડનું દાન
અનીતા ડોંગરે, ફેશન ડિઝાઇનર

"આ મુશ્કેલીના સમયે જેમની પાસે સ્વાસ્થય વીમો નથી તેમને હું આ મદદ કરું છું" : અનીતા ડોંગરે

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus or Covid-19) સંક્રમિત લોકોની મદદ માટે હવે ધીમે ધીમે અનેક જાણીતી હસ્તીઓ આગળ આવી રહી છે. ત્યારે બોલિવૂડ (Bollywood) અને ફેશનની દુનિયાની જાણીતી ફેશન ડિઝાઇનર અનીતા ડોંગરે (Anita Dongre) પણ આ માટે હવે મોટી જાહેરાત કરી છે. અનીતા ડોંગરે કોરોના વાયરસથી પીડિત લોકોની સહાય માટે 1.5 કરોડ રૂપિયાની મેડિકલ મદદ કરવાની જાહેરાત કરી છે. કોવિડ 19 જેવી વૈશ્વિક મહામારીના સમયે માનવીય આધાર પર અનીતા દ્વારા લેવામાં આવેલા આવેલ આ પગલું ખરેખરમાં સરાહનીય છે.

અનીતા ડોંગરે આ મામલે તેમના સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને જાણકારી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે "આ મુશ્કેલીના સમયે નાના વેન્ડર્સ સહિત નાના-મોટા કામથી જોડાયેલા તે તમામ લોકો જેમની પાસે સ્વાસ્થય વીમો નથી તેમની મદદ કરવી જરૂરી છે. મને લાગે છે કે મારી આ મદદથી કેટલાક હદ સુધી તેમની મુશ્કેલીઓ ઓછી થશે."



ઉલ્લેખનીય છે કે ખાલી બોલિવૂડ જ નહીં પણ હોલિવૂડના જાણીતા સેલેબ્રિટી અને ભારતના જાણીતા બિઝનેસમેન પણ કોરોના વાયરસની આ વૈશ્વિક મહામારી સામે લડવા અને લોકોની સહાય હેતું મોટી રકમના દાનની જાહેરાત એક પછી એક કરી રહ્યા છે. જે ખરેખરમાં સરાહનીય છે.

જો કે બોલિવૂડના કોઇ સેલેબ્રિટીએ આ અંગે હજી જાહેરાત નથી કરી પણ ચોક્કસથી અમિતાભ બચ્ચનથી લઇને દીપિકા પાદુકોણ સુધી તમામ જાણીતા સેલેબ્રિટી આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરી રહ્યા છે. અને ઘર બેસીની સુરક્ષિત રહેવાની અપીલ કરી રહ્યા છે.
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर