Home /News /entertainment /

રાકેશ મેહરાની ફિલ્મ 'તૂફાન'માં બોક્સર બનશે ફરહાન અખ્તર

રાકેશ મેહરાની ફિલ્મ 'તૂફાન'માં બોક્સર બનશે ફરહાન અખ્તર

નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરા અને ફરહાન અખ્તરની જોડી ફરી એક વાર જોવા મળશે

નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરા અને ફરહાન અખ્તરની જોડી ફરી એક વાર જોવા મળશે

    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ આજકાલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ્સ તરફ વળ્યું હોય તેમ લાગી રહ્યું છે. શ્રદ્ધા કપૂર, સાઇના નેહવાલની બાયોપિક પર કામ કરી રહી છે, ત્યારે હર્ષવર્ધન કપૂર, અભિનવ બિંદ્રાની બાયોપિકની તૈયારી કરી રહ્યો છે. આવામાં સાંભળવા મળ્યું છે કે, મિલ્ખા સિંહની બાયોપિક બનાવી ચૂકેલા નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરા અને ફરહાન અખ્તરની જોડી ફરી એક વાર જોવા મળશે. રાકેશ આ વખતે ફરહાન સાથે એક બોક્સર પર ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર લીડ રોલમાં જોવા મળશે.

    આ ફિલ્મની જાહેરાત પોતે ફરહાન અખ્તરે કરી છે. તેણે ટ્વિટ કરતા લખ્યું, એ જણાવતાં ઉત્સાહી છું કે ભાગ મિલ્ખા ભાગના 6 વર્ષ બાદ રાકેશ ઓમપ્રકાશ મેહરા અને હું ફિલ્મ તૂફાન માટે ફરી એક સાથે આવી રહ્યાં છીએ. આ ફિલ્મ એક બોક્સરની કહાણી હશે. આ નવી ફિલ્મની સફરની શરૂઆતમાં તમારી શુભેચ્છાઓ જોઇએ.

    મુંબઇ મિરરે સૂત્રના આધારે લખ્યું છે કે, તૂફાન એક બાયોપિક નહીં હોય, તે એક ફિક્શન કહાણી છે જે અંજુમ રાજાવાલીએ લખી છે. ફરહાનને આ સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ પડી છે. જે બાદ આ ફિલ્મ પર કામ કરવાની શરૂઆત કરાઇ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Farhan Akhtar

    આગામી સમાચાર