Home /News /entertainment /

ફરહાન અખ્તર-શિબાની દાંડેકરના લગ્નનો FIRST PHOTO આવ્યો સામે, લાલ જોડામાં જોવા મળી દુલ્હન

ફરહાન અખ્તર-શિબાની દાંડેકરના લગ્નનો FIRST PHOTO આવ્યો સામે, લાલ જોડામાં જોવા મળી દુલ્હન

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નનો પ્રથમ ફોટો

શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરના લગ્ન (Farhan Akhtar Shibani Dandekar wedding) જાવેદ અખ્તર (Javed Akhtar) અને શબાના આઝમીના ખંડાલા ફાર્મહાઉસમાં થઈ રહ્યા

    ફરહાન અખ્તરે (Farhan Akhtar) ફરી એકવાર તેની 41 વર્ષની પ્રેમિકા શિબાની દાંડેકર (Shibani Dandekar) સાથે 48 વર્ષની ઉંમરે લગ્ન કર્યા છે. બંનેના લગ્નની પહેલી તસવીર સામે આવી છે (Farhan Akhtar Shibani Dandekar wedding First Photo), જેમાં દુલ્હન શિબાની દાંડેકર લાલ રંગના જોડામાં જોવા મળી રહી છે. બીજી તરફ ફરહાને આ ખાસ અવસર પર પોતાના માટે બ્લેક કલરના આઉટફિટ્સ પસંદ કર્યા હતા.

    શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરના લગ્ન (Farhan Akhtar Shibani Dandekar wedding) જાવેદ અખ્તર (Javed Akhtar) અને શબાના આઝમીના ખંડાલા ફાર્મહાઉસમાં થઈ રહ્યા છે. બંનેએ તેમના લગ્ન ખૂબ જ સાદગીથી કરવાનું નક્કી કર્યું હતું, તેથી તેઓએ તેને સંપૂર્ણપણે ખાનગી રાખ્યું છે. લગ્નમાં માત્ર 50 લોકોએ હાજરી આપી હતી.

    શિબાની-ફરહાનના લગ્નમાં રિતિક રોશન ગેસ્ટ બન્યો હતો

    ફરહાન અખ્તરના ખાસ મિત્ર રિતિક રોશન અને તેના માતા-પિતા રાકેશ રોશન અને પિંકી રોશન પણ લગ્નમાં સામેલ થયા હતા. લગ્નની વિધિ જાવેદ અખ્તર અને શબાના આઝમીના ફાર્મહાઉસમાં થઈ રહી છે. ફરહાન અખ્તરના ખાસ મિત્ર રિતિક રોશન અને તેના માતા-પિતા રાકેશ રોશન અને પિંકી રોશન પણ લગ્નમાં સામેલ થયા હતા. શિબાની લાલ અને બેજ કલરના ગાઉનમાં અદભૂત લાગી રહી હતી. શિબાનીએ તેના લગ્નનો લુક એક સુંદર લાલ veil સાથે પૂર્ણ કર્યો, જેમાં તે ખૂબસૂરત દેખાતી હતી.




    ફરહાન-શિબાની ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યા હતા

    ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેના લગ્નને લઈને ઘણી વખત ચર્ચાઓ શરૂ થઈ હતી, પરંતુ દરેક વખતે માત્ર લગ્નની જ ચર્ચા જ થતી હતી. આજે આખરે શિબાની દાંડેકર હવે અખ્તર પરિવારની વહુ બની ગઈ છે. તસવીરો જોઈને ચાહકો તેને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે.

    શિબાની-ફરહાને 7 જન્મોની પ્રતિજ્ઞા લીધી હતી

    આ દંપતીએ ન તો હિંદુ વિધિથી 7 ફેરા લીધા અને ન તો ઇસ્લામમાં લગ્ન કર્યા. શિબાની અને ફરહાને વ્રત અને રીંગ સમારોહ કરીને સાત જન્મ માટે એકબીજાને સાથ આપવાનું નક્કી કર્યું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Farhan Akhtar, Javed Akhtar, Shibani Dandekar

    આગામી સમાચાર