Home /News /entertainment /

Farhan Akhtar-Shibani Dandekar Wedding: ફરહાન-શિબાનીએ લગ્નમાં મહેમાનો માટે રાખ્યો ડ્રેસ કોડ, જોયું GUEST લિસ્ટ!

Farhan Akhtar-Shibani Dandekar Wedding: ફરહાન-શિબાનીએ લગ્નમાં મહેમાનો માટે રાખ્યો ડ્રેસ કોડ, જોયું GUEST લિસ્ટ!

ફરહાન અખ્તર શિબાની ડાંડેકર લગ્ન

Farhan Akhtar-Shibani Dandekar Wedding : શિબાની દાંડેકર (Shibani Dandekar) સાથે ફરહાન અખ્તર (Farhan Akhtar) ના આ બીજા લગ્ન હશે. તેણે વર્ષ 2000માં તેની તત્કાલીન ગર્લફ્રેન્ડ અધુના ભાબાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 17 વર્ષ પછી એટલે કે 2017માં બંનેએ કાયદેસર રીતે છૂટાછેડા લીધા હતા

વધુ જુઓ ...
    Farhan Akhtar-Shibani Dandekar Wedding : ફરહાન અખ્તર (Farhan Akhtar) અને શિબાની દાંડેકર (Shibani Dandekar) જે દિવસ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આખરે આવી ગયો છે. બંને પોતાના પ્રેમ સંબંધને એક ડગલું આગળ લઈ જઈને આવતીકાલે એટલે કે 19 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ જશે. બંનેના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. શિબાની અને ફરહાને પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં હલ્દી ફંક્શન સેલિબ્રેટ કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે, આ બંનેના લગ્નમાં કોણ-કોણ હાજરી આપવાનું છે અને તેઓએ તેમના લગ્ન માટે મહેમાનો માટે કયો ડ્રેસ કોડ રાખ્યો છે.

    લગ્ન સાદા રાખવા માંગે છે

    ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્ન પહેલા એક હલ્દી સેરેમની હતી, જેને સંપૂર્ણપણે ખાનગી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બંને તેમના લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ રાખવા માંગે છે અને આ જ કારણ છે કે તેઓએ લગ્નમાં પસંદગીના મહેમાનોને આમંત્રિત કર્યા છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ ફરહાન અને શિબાનીએ લગ્નમાં આવનાર મહેમાનો માટે ડ્રેસ કોડ રાખ્યો છે.

    અહીં મહેમાનો માટે ડ્રેસ કોડ છે

    ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે પણ પોતાના મહેમાનોને સિમ્પલ અને સાદા કપડામાં આવવા કહ્યું છે. તેમણે મહેમાનોને લગ્નને સાદું રાખવા માટે પેસ્ટલ અને સફેદ જેવા રંગો પહેરવાનું કહ્યું છે. બંને નથી ઈચ્છતા કે તેમના લગ્નમાં કોઈ ઘોંઘાટ થાય.

    મહેમાનોની દરેક સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું

    ફરહાન અને શિબાની ખંડાલામાં લગ્ન કરશે. અહીં મહેમાનોના રહેવા માટે બંગલામાં બુકિંગ પણ થઈ ગયું છે. આ દરમિયાન મહેમાનોની દરેક સુવિધાનું ધ્યાન રાખવામાં આવશે. આ બુકિંગ બંનેએ જાતે કર્યું છે.

    આ મહેમાનોનો સમાવેશ કરવામાં આવશે!

    ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નમાં મિયાંગ ચાંગ, ગૌરવ કપૂર, સમીર કોચર, મોનિકા ડોગરા, રિતેશ સિદવાણી અને રિયા ચક્રવર્તી સામેલ થશે. અહેવાલ મુજબ, શાહરૂખ ખાન અને રિતિક રોશન બંને ફરહાન ખાનની નજીક છે, પરંતુ તે લગ્નમાં હાજરી આપશે કે નહીં તે નિશ્ચિત નથી. લગ્નમાં લગભગ 50 મહેમાનો આવવાની અપેક્ષા છે.

    ફરહાન અખ્તર વર્ષોથી શિબાની દાંડેકર સાથે પ્રેમમાં છે

    શિબાની દાંડેકર સાથે ફરહાન અખ્તરના આ બીજા લગ્ન હશે. તેણે વર્ષ 2000માં તેની તત્કાલીન ગર્લફ્રેન્ડ અધુના ભાબાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 17 વર્ષ પછી એટલે કે 2017માં બંનેએ કાયદેસર રીતે છૂટાછેડા લીધા હતા. પરંતુ ફરહાન અને શિબાનીના અફેરની ચર્ચાઓ પહેલી પત્નીથી છૂટાછેડાના બે વર્ષ પહેલા શરૂ થઈ ગઈ હતી. બંને જલ્દી જ એકબીજાની નજીક આવ્યા અને લિવ-ઈન પાર્ટનર તરીકે રહેવા લાગ્યા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Farhan Akhtar, Shibani Dandekar, Wedding

    આગામી સમાચાર