એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અને ડિરેક્ટર ફરહાન અખ્તર (Farhan Akhtar) અને સિંગર શિબાની દાંડેકર (Shibani Dandekar) શનિવારે એકબીજાનાં થઇ ગયા. બંને ખંડાલા સ્થિત તેમનાં ફાર્મ હાઉસ પર વગર કોઇ ધાર્મિક રીતિ રિવાજથી લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા. ફરાન અખ્તર અને શિબાની દાંડેકરે એક બીજાને રિંગ પહેરાવી અને સાથ નિભાવવાનું વચન આપ્યું. તેમનાં રજિસ્ટર્ડ મેરેજ છે આ સમેય બંને ઘણાં જ સારા નજર આવી રહ્યાં હતાં.
સોશિયલ મીડિયા પર નવવિવાહિત જોડીની ઘણી તસવીરો સામે આવી છે જેમાં શિબાની રેડ રંગનાં ફિશટેલ ગાઉન અને ફરહાન બ્લેક સૂટમાં નજર આવી રહ્યાં છે. પણ આ તસવીર સામે આવ્યાં બાદ ફેન્સ કન્ફ્યૂઝ છે. તેનું કારણ છે રેડ આઉટફિટમાં નજર આવેલું શિબાની દાંડેકરનું ટમી.
સોશિયલ મીડિયા પર લગ્નની પહેલી તસવીર સામે આવતાની સાથે જ ફેન્સની નજર શિબાનીનાં પેટ પર પહોંચી જે જોઇને તેનાં ગર્ભવતી હોવાની વાત જાહેર થઇ રહી છે. એક ફેને તો પૂછી લીધુ કે, શું તે પ્રેગ્નેન્ટ છે. તો અન્ય યૂઝરે પુછ્યું કે, સમજાતુ નથી કે લગ્નનાં વધામણાં આપીયે કે, પ્રેગ્નેન્સીનાં. તો અન્ય એક યૂઝર કહે છે કે, ટ્રેંડ ચાલી રહ્યો છે પહેલાં બેબી પછી લગ્ન
તો અન્ય કેટલાંક મીડિયા રિપોર્ટ્સ મુજબ, શિબાની પ્રેગ્નેન્ટ નથી. તેનો બ્રાઇડિયલ લૂક જોઇને તેનાં ગર્ભવતી હોવાનો ભ્રમ થઇ રહ્યો છે. શિબાનીએ ઓવરવેટ છે કે પછી તેને આ પ્રકારનાં આઉટ ફિટમાં પેટનો ઉભાર નજર આવી રહ્યો છે. પ્રેગ્નેન્સીનો કયાસ લગાવવામાં આવી રહ્યો છે.
હવે સત્ય જે પણ હોય, પણ ટ્રોલિંગ છતાં ન્યૂલી મેરિડ કપલે આ વાત પર કોઇ નિવેદન આપ્યું નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી પણ વાતો છે કે, શિબાની અને ફરાહન એપ્રિલ મહિનામાં ફરી એક વખત લગ્નનું આયોજન કરશે.
આ લગ્ન સમારંભમાં ફરહાનનાં મિત્ર રિતિક રોશન, માતા-પિતા (પિંકી અને રાકેશ રોશન), એક્ટ્રેસ અમૃતા અરોરા, રિયા ચક્રવર્તી, અનુષા દાંડેકર, સતીશ કૌશિક, ફરહાન ખાન, શંકર મહાદેવન, ડિરેક્ટર આશુતોષ ગોવારિકર અને ફિલ્મ 83નાં એક્ટર સાકિબ સલીમ સહિત ઘણાં સેલિબ્રિટી પહોંચ્યા હતાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર