Home /News /entertainment /

ફરહાન અખ્તરે કર્યો ખુલાસો, આ દિવસોમાં શિબાની સાથે કરશે લગ્ન

ફરહાન અખ્તરે કર્યો ખુલાસો, આ દિવસોમાં શિબાની સાથે કરશે લગ્ન

ઘણા લાંબા સમયથી ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર એક-બીજાને ડેટ કરી રહ્યાં છે

હવે ફરહાન અખ્તરે શિબાની સાથેના લગ્નને લઇને મૌન તોડ્યું છે

    ન્યૂઝ18 ગુજરાતી: ઘણા લાંબા સમયથી ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર એક-બીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, બન્નેએ તેમના સંબંધોને લઇને ક્યારેય મીડિયામાં વાત કરી નથી. પરંતુ બન્નેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. આવામાં હવે ફરહાન અખ્તરે શિબાની સાથેના લગ્નને લઇને મૌન તોડ્યું છે.

    હાલમાં જ ફરહાન અખ્તર, ભૂમિ પેડનેકરના શો 'ટેપ કાસ્ટ સિઝન2'માં પહોંચ્યો હતો. જ્યાં ભૂમિએ ફરહાન સાથે 'ડોંટ પ્લે' ગેમ રમી હતી. જેમાં તેણે એક ટેપમાં કેસેટ લગાડીને ફરહાનને શિબાનીનો અવાજ સંભળાવ્યો હતો. જેમાં શિબાની ફરહાન અખ્તરને પૂછે છે કે, ફરહાન આપણે લગ્ન ક્યારે કરી રહ્યાં છે, એપ્રિલ કે મેમાં? હું બહુ કન્ફ્યુઝ છું. આનો જવાબ આપતાં ફરહાને કહ્યું કે, આપણે કદાચ એપ્રિલ અથવા મેમાં લગ્ન કરીશું.

    આ પણ વાંચો: Box Office પર નોટોનો વરસાદ, આ ફિલ્મ્સે કરી કરોડોની કમાણી

    ઉલ્લેખનીય છે કે, શિબાની ફરહાનના પરિવારની ખૂબ જ નજીક છે. જ્યાં તે તેના બાળકો સાથે પણ સમય પસાર કરે છે. જેથી હવે ફરહાન ટૂંક સમયમાં જ લગ્ન કરી શકે છે. આવામાં ફરહાનના નિવેદન બાદ નક્કી છે કે, આ જોડી એપ્રિલ અથવા મેમાં લગ્ન કરી લેશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Confirms, Farhan Akhtar, Marriage date, Shibani Dandekar

    આગામી સમાચાર