મુંબઇ: છેલ્લા ઘણાં સમયથી દેશમાં દુષ્કર્મની ઘટનાનાં ઘણાં કિસ્સા સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી ઘરડી ડોશીથી માંડીને નાની નાની દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટના થઇ રહી છે. આ ઘટનાથી આખો દેશ દુ:ખી છે. સૌ કોઇ આવી ઘૃણાસ્પદ ઘટનાને ધિક્કારે છે. આ વચ્ચે ગત દિવસે એક ઘૃણાસ્પદ ઘટના સમાચારમાં આવી. હરિયાણામાં એક ગર્ભવતી બકરી પર આઠ પુરૂષોએ રેપ કર્યાનાં સમાચારથી સૌ કોઇ હચમચી ગયાં.
બકરીનાં માલિકે પોલીસ ફરિયાદ કરી. અને તે બાદ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઇ ગઇ. આ સાથે જ સોશિયલ મીડિયા પર #JusticeforGoat ટ્રેન્ડ છવાઇ ગયો. આ વિશે બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે પણ ટ્વિટ કરી છે અને તેણે લખ્યું છે કે, અત્યાર સુધી ભારતીય લોકોની શક્તિ, રાજકારણ અને લૈંગિક વિરુપતાનાં ભયમાં ફક્ત મહિલાઓ અને બાળખો હતા. હવે બકરાં અને કુતરાં પણ તેમનાં ભયમાં રહેશે. મને લાગે છે કે આપણી ઉત્ક્રાંતિ અને શિક્ષણમાં કંઇક ગંભીરતાપૂર્વક ખોટું થયુ છે. આ ટનલનાં અંતમાં પ્રકાશ ક્યાં છે?
Women and children living in fear of the Indian man’s power politics and sexual perversion was not enough.. now goats and dogs will too. Something has gone seriously wrong in our evolution and our education. Where’s the light at the end of this tunnel?