Home /News /entertainment /Farhan Akhtar Birthday: 17 વર્ષે આ કારણે તૂટી ગયું ફરહાન અખ્તરનું લગ્ન, હવે કરી રહ્યો છે આ અભિનેત્રીને ડેટ

Farhan Akhtar Birthday: 17 વર્ષે આ કારણે તૂટી ગયું ફરહાન અખ્તરનું લગ્ન, હવે કરી રહ્યો છે આ અભિનેત્રીને ડેટ

ફરહાન અખ્તર જન્મદિવસ

બોલિવૂડ અભિનેતા, લેખક, ગાયક અને નિર્માતા ફરહાન અખ્તર (Farhan Akhtar Birthay)નો જન્મ 9 જાન્યુઆરી 1974ના રોજ થયો. ફરહાનની પર્સનલ લાઈફ (Personal Life) પ્રોફેશનલ લાઈફ (Professional Life) કરતાં વધુ હેડલાઈન્સમાં રહે છે. ફરહાનના બર્થડે પર અમે તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ

વધુ જુઓ ...
મુંબઈ : બોલિવૂડ અભિનેતા, લેખક, ગાયક અને નિર્માતા ફરહાન અખ્તર (Farhan Akhtar Birthay)નો જન્મ 9 જાન્યુઆરી 1974ના રોજ થયો હતો. આ વર્ષે ફરહાન તેનો 48મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યો છે. ફરહાન અખ્તરે પોતાના કરિયર (Career) માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરેક પ્રકારમાં હાથ અજમાવ્યો છે અને તે સફળ પણ રહ્યો છે. ફરહાનની પર્સનલ લાઈફ (Personal Life) પ્રોફેશનલ લાઈફ (Professional Life) કરતાં વધુ હેડલાઈન્સમાં રહે છે. ફરહાનના બર્થડે પર અમે તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ...

ફરહાન અખ્તર (Farhan Akhtar) જાવેદ અખ્તર (Javed Akhtar) અને હની ઈરાનીનો પુત્ર છે. તેણે માત્ર 17 વર્ષની ઉંમરે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ પછી, વર્ષ 2001 માં, તેણે પહેલી ફિલ્મ 'દિલ ચાહતા હૈ' થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી. તેમની પ્રથમ ફિલ્મ સુપરહિટ રહી હતી અને આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી ફરહાન અખ્તરે ઘણી ફિલ્મો કરી અને તેની દિગ્દર્શન સફર હિટ રહી.

ફરહાન માત્ર દિગ્દર્શક તરીકે જ ઓળખ બનાવવા માંગતો ન હતો. તેણે લેખન, ગાયન અને અભિનયમાં પણ હાથ અજમાવ્યો. ફરહાન આ તમામ જોનર્સમાં પણ હિટ રહ્યો છે. ફરહાન અખ્તર તેની પર્સનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ફરહાને વર્ષ 2000માં અધુના ભભાની સાથે લગ્ન કર્યા હતા. ફરહાન અને અધુનાને પણ બે બાળકો છે. પરંતુ વર્ષ 2017માં ફરહાન અને અધુના વચ્ચે છૂટાછેડા થઈ ગયા અને બંનેના છૂટા થઈ ગયા. ફરહાન અને અધુના વચ્ચે છૂટાછેડાનું કારણ ફરહાનનું એક્સ્ટ્રા-મેરિટલ અફેર હોવાનું કહેવાય છે.

જોકે, બંનેમાંથી કોઈએ આ અંગે ખુલીને વાત કરી નથી. પરંતુ તેમના છૂટાછેડા સમયે, એવું કહેવામાં આવ્યું હતું કે ફરહાન (Farhan Akhtar) નું અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે અફેર હતું. જેના કારણે તેની અને અધુના વચ્ચે અંતર આવી ગયું અને બંનેના છૂટાછેડા થઈ ગયા. આ દિવસોમાં ફરહાન મોડલ અને અભિનેત્રી શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. તે જ સમયે, આ બંનેના લગ્નના સમાચાર પણ આવતા રહે છે, પરંતુ બંનેએ હજી સુધી આ વિશે કંઈ કહ્યું નથી.

આ પણ વાંચોમલાઈકા અરોરાની તબિયત ખરાબ છે, India's Best Dancer 2 ના ફિનાલે વીકએન્ડમાંથી OUT

ફરહાન અખ્તર (Farhan Akhtar films) ની મુખ્ય ફિલ્મોની વાત કરીએ તો તેણે દિલ ચાહતા હૈ, લક્ષ્ય, ડોન, ડોન 2 જેવી ફિલ્મોમાં લેખન કાર્ય કર્યું છે. આ સિવાય તેણે ડાયરેક્ટરની ભૂમિકા ભજવતા ડોન, રોક ઓન, લક બાય ચાન્સ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. સાથે જ ફરહાને રોક ઓન, લક બાય ચાન્સ, કાર્તિક કોલિંગ કાર્તિક, મિલ્ખા સિંહ, જિંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મોમાં એક્ટર તરીકે પણ કામ કર્યું છે.
First published:

Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Farhan Akhtar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો