ન્યૂઝ18 ગુજરાતી: ડોન સીરિઝની નવી ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. હવે ફિલ્મની જાહેરાત સાથે જ ફરહાન અખ્તરે ફેન્સને નવી આશા આપી છે. જોકે, ફિલ્મની વાત કરીએ તે તેનું નામ 'ડોન 2' પછી 'ડોન 3' નહીં હોય, પરંતુ ફિલ્મનું નામ 'ડોન: ધ ફાઇનલ ચેપ્ટર' હશે. એના અર્થ એ થાય છે કે આ ફિલ્મ સાથે ફિલ્મની કહાણી પૂરી થઇ જશે. કેમ કે, આ ટાઇટલ સૂચવે છે કે તેની આગળ સિક્વલ નહીં આવે.
ડોનના આ ફાઇનલ પાર્ટમાં પ્રિયંકા ચોપરા જોવા નહીં મળે. આ ફિલ્મમાં 'રોમા' એટલે કે ડોનની જંગલી બિલ્લી કોઇ બીજી જ હશે. ઉપરાંત ફિલ્મમાં ફરહાન અખ્તર એટલે કે ફિલ્મનો ડાયરેક્ટર પણ કેમિયો કરતો જોવા મળશે. પાછલી ફિલ્મમાં રીતિક રોશન ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે, શાહરૂખે ડોન સીરિઝ માટે એક મોટી ફિલ્મ છોડી છે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઇ નથી, પરંતુ કહેવાય છે કે, શાહરૂખે આ ફિલ્મ માટે રાકેશ શર્માની બાયોપિક માટે ના પાડી દીધી છે. ડોન સીરિઝની આ ફિલ્મનું શૂટિંગ જુલાઇ પછી શરૂ થઇ શકે છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર